જૂનાગઢ : ચણાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતોના પ્રશ્નનો માટે તંત્ર નિષ્ફળ

ખેડૂતોના મુખ્ય પ્રશ્ન ખરીદી કેન્દ્રમાં ગ્રેડરોની ઘટના કારણે ખેડૂતોના ચણા બબે દિવસથી જોખાયા નથી ત્યારે પ્રાંત અધિકારી દ્વારા અલગ અલગ કચેરી માંથી 10 નો સ્ટાફ ફળવવાનો હોય ત્યારે અહીંયા 4 થિ 6 વ્યક્તિના સ્ટાફ પાસેથી કામ લેવાય છે પી જી વી સી એલ નો એક માણસ તો ફરકયોજ નથી સ્ટાફની ધતને લઈને ખેડુતોનો કિંમતી સમયનો વેડફાટ થાય છે ભેસાણ ના ખેડુતોનો બીજો પ્રશ્ન સરકારે નક્કી કરેલાબરદાન કટાનો વજન 520 ગ્રામની આજુ બાજુ છે જ્યારે ખેડુતો પાસેથી વજન 650 ગ્રામ કાપવામાં આવે છે અટલેકે 100 થિ 150 ગ્રામ ચણા વધારે જોખી લેવામાં આવે છે બીજી તરફ જોવા જઈએ તો ખરીદી કેન્દ્રમાં ખેડૂતો ટ્રેકટર ટ્રોલીમાં ભરી આવેલા ચણા એકદમ સારા વીણાટ કરેલા કોલેટીના હોય છે ત્યારે અહીંયા ગ્રેડરોની મનમાની થી ચણા રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોએ વાહન ભાડા તેમજ બે દિવસના ઉજાગર કરીને આવતા ખેડુતોને રાતા પાણીયે રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના પ્રશ્નને લઈને રિજેક્ટ થયેલ ચણાના સેમ્પલિંગ ના કોઈ ચોક્કસ જવાબદાર અધિકારીઓ તરફથી જવાબ મળેલ નથી ખેડૂતોની વેદના આગળ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે