સુરત : મજુરાગેટ ફ્લાય ઓવર બ્રિજ પરથી PWDના અધિકારીની ગાડીનો અકસ્માત

મજુરાગેટ ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા પીડબ્લ્યુડીના અધિકારીની ગાડી સાથે બાઈક સવારનો અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે અકસ્માત સર્જાયા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી જો કે ગાડી સ્થળ પરથી ખસેડાઈ ન હોય જેને લઈ શનિવારે સવારે ટ્રાફિકની સમસ્યા ઉભી થતા કામ ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શુક્રવારે રાત્રીના સમયે મજુરાગેટ ફ્લાય ઓવર બ્રિજ પરથી પી.ડબ્લ્યુ.ડી.ના અધિકારી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે જ સમયે એક બાઈક સવાર તેઓની કાર સાથે અથડાયો હતો. જેમાં બાઈક સવારે માથે હેલ્મેટ પહેર્યુ હોવા છતા ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બીજી તરફ અકસ્માતની ઘટના બનતા પોલીસને જાણ કરાઈ હતી. જો કે આખી રાત ગાડી સ્થળ પર જ એટલે કે બ્રિજ પર રહી હતી. અને સવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા કામ ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.