અરવલ્લી : બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં તસ્કરો ત્રાટક્યા

અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ જમાવટ કરી હોય તેમ સતત ચોરી,લૂંટની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રના સઘન નાઈટ પેટ્રોલીંગના દાવાની હવા કાઢી નાખી છે બાયડમાં આવેલી બારદાનની દુકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ અને બારદાન મળી ૨.૫ લાખ થી વધુની ચોરીની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે ધનસુરા-બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં તસ્કરો ત્રાટકી મીલમાં કામ કરતા કર્મચારીના ખભે બંદૂક તાણી ઓઇલ મીલની ઓફિસમાં રહેલ ૨૫ હજાર થી વધુની રોકડ રકમ અને એરગનની લૂંટ કરી માલસામાન તોડફોડ કરી રફુચક્કર થઇ ગયા હતા લૂંટારુઓ ફરાર થતા ઓઈલમીલના કર્મચારીએ માલિકને જાણ કરતા તાબડતોડ ઓઇલમીલમાં પહોંચ્યા હતા ઓઇલમીલમાં ચોરીની ઘટનાના પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી 
ધનસુરાના કંજરી કંપા નજીક આવેલ મહાલક્ષ્મી ઓઇલ મીલમાં મોડી રાત્રીના ૩ વાગ્યાના સુમારે ૬ જેટલા તસ્કરો ત્રાટકી ઓઇલમીલમાં ફરજ બજાવતા કર્મચારીને બંદૂકની અણીએ  બંધક બનાવી મિલની ઓફિસમાં રહેલા કબાટ અને લોકરના તાળા તોડી કબાટમાં રહેલા ૨૫ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ઓઇલમીલમાં રહેલી એરગન પણ ચોરી લીધી હતી તસ્કરોને નહિવત રોકડ રકમ હાથ લાગતા ઓઈલમીલનો માલસામાન રફેદફે કરી નાખી ફરાર થઇ ગયાં હતા તસ્કર ટોળકી ફરાર થતા ઓઇલમીલ કર્મચારીએ માલિકને જાણ કરતા માલિક અને તેમના પરિવારજનો ઓઇલમીલ પર દોડી આવ્યા હતા અને ઓફિસમાં માલસામાન રફેદફે અને કબાટના લોક તોડેલા જોતા સમગ્ર ઘટનાની જાણ ધનસુરા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા