એએમ/એનએસ ઇન્ડિયાની ગુજરાતમાં પર્યાવરણ સુરક્ષા માટે પહેલ...

એએમ/એનએસ ઇન્ડિયાની ગુજરાતમાં પર્યાવરણ સુરક્ષા માટે પહેલ...

એએમ/એનએસ ઇન્ડિયાની ગુજરાતમાં પર્યાવરણ સુરક્ષા માટે પહેલ
કંપની વન્યજીવન અને મેન્ગ્રોવ સંરક્ષણ માટે પરિવહન માટેની વ્યવસ્થા પ્રદાન કરી
સુરત - હજીરા, જાન્યુઆરી 25, 2024: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) ની પેટાકંપની એએમ/એનએસ પોર્ટ્સ હજીરા લિમિટેડે ગુજરાતના વન વિભાગને, વન્યજીવ અને મેન્ગ્રોવ સંરક્ષણ પ્રયાસોને ટેકો આપવા માટે બે ટ્રક ડોનેશન સ્વરૂપે આપી છે. આ પહેલ એએમ/એનએસ ઈન્ડિયાની પર્યાવરણીય જાળવણી અને તેના કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) લક્ષ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે.
આ ટ્રક અધિકારીઓને ડુમસ રેન્જના દરિયાઈ વિસ્તારમાં મેન્ગ્રોવ પ્લાન્ટેશન સાઇટ્સ સુધી વધુ સારી રીતે પહોંચવા માટે સક્ષમ બનાવશે. ઉપરાંત, સંરક્ષણ અને દેખરેખની પ્રવૃત્તિઓને સરળ બનાવશે. વધુમાં, આ વાહનો રહેણાંક વિસ્તારોમાંથી જંગલી પ્રાણીઓને બચાવવા માટે નિમિત્ત બનશે.
મુકેશ પટેલ, માનનીય રાજ્યકક્ષાના મંત્રી, વન અને પર્યાવરણ, ગુજરાત સરકાર, સંદીપ દેસાઈ, માનનીય ધારાસભ્ય, ચોર્યાસી, ડૉ. કે. શસી કુમાર, મુખ્ય વન સંરક્ષક, સચિન ગુપ્તા, નાયબ મુખ્ય વન સંરક્ષક, ડૉ.આનંદ કુમાર, નાયબ મુખ્ય સંરક્ષક અને અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં વન વિભાગને વાહનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અંગે જણાવતાં, મુકેશ પટેલ, માનનીય રાજ્યકક્ષાના મંત્રી, વન અને પર્યાવરણ, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર પર્યાવરણ અને જંગલોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. અમે આ દિશામાં અમારી પ્રવૃત્તિઓને વધુ વધારવા માટે AM/NS India જેવા અગ્રણી કોર્પોરેટ્સના સમર્થનને આવકારીએ છીએ."
“વધુમાં, તેમણે એએમએનએસ ઈન્ડિયા દ્વારા સ્થાનિક સમુદાયો માટે સ્કીલ ડેવલોપમેન્ટ અને રોજગાર માટે કરવામાં આવેલી પહેલની સાથે, પુરૂષો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવતા કાર્યો જેવા કે ક્રેઈન ઓપરેશન્સ, સેફ્ટી માર્શલ્સ વગેરે કાર્યો માટે તાલીમ આપી મહિલાઓને તૈયાર કરવા બદલ એએમએનએસ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી.”
ડૉ. અનિલ મટુ, હેડ - એચઆર ઓપરેશન્સ, આઈઆર, અને એડમિનિસ્ટ્રેશન, એએમ/એનએસ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, "એએમ/એનએસ ઈન્ડિયા ખાતે અમે સસ્ટેનિબલ પ્રથાઓને અપનાવવા અને પર્યાવરણની જાળવણીમાં સક્રિયપણે યોગદાન આપવા માટે સમર્પિત છીએ. શ્રેણીબદ્ધ પહેલો દ્વારા, અમે પર્યાવરણની રક્ષા કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, પર્યાવરણ, આજીવિકા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં અમારા CSR પ્રયાસો સાથે આવી ઘણી પ્રવૃત્તિઓને પણ સંરેખિત કરી રહ્યા છીએ..”
એએમ/એનએસ ઈન્ડિયાના પર્યાવરણીય સંરક્ષણ અને જતન માટેનાપગલાંઓ, જેમ કે મેન્ગ્રોવનું સંરક્ષણ, સામૂહિક વૃક્ષારોપણ, સૌર તકનીકોનો પ્રચાર અને તળાવોનું કાયાકલ્પ એ અમારા સમૂહ દ્વારા સતત ચાલતી પ્રવૃતિઓનો એક ભાગ છે.
ABOUT ARCELORMITTAL NIPPON STEEL INDIA (AM/NS India):
ArcelorMittal Nippon Steel India (AM/NS India) is a joint venture between ArcelorMittal and Nippon Steel, two of the world’s leading steel manufacturing organisations. A leading integrated flat carbon steel producer in India, the company has a crude steel capacity of 9 million tonnes per annum with state-of-the-art downstream facilities. It produces a fully diversified range of flat steel products, including value-added steel, and has a pellet capacity of 20 million tonnes.


FURTHER INFORMATION
Neeraj Sharma Arunkumar Yadav
ArcelorMittal Nippon Steel India Simulations PR
Email Id.: Neeraj.Sharma@amns.in Email Id.: arun@simulationspr.com


Follow Us: www.amns.in | Facebook: @AMNSIndia | Twitter: @AMNSIndia |
LinkedIn: @amnsindia