મહેસાણા : દીકરીને બોજ માનવાની માનસિકતા હજુ જીવિત - 32 દિવસની બાળકીની કરી હત્યા

દીકરીને લક્ષ્મી તરીકે માનવામાં આવે છે પરંતુ હજુ પણ દીકરીને બોઝ ગણતા અનેક કિસ્સાઓએ સામે આવી રહ્યા છે જેમાં મહેસાણાના કડીમાં પુત્રની લાલસામાં પરિવાર દ્રારા એક માસની બાળકીની હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કડીમાં બનેલી અત્યંત આઘાતજનક ઘટનામાં પુત્રની અપેક્ષા રાખતા દંપતીને ત્યાં દીકરી જન્મતા દંપતીએ એક માસની દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. જેમાં હટાયાની આ ઘટનાને પરિવારે અકસ્માતમાં ફેરવવાના પ્રયત્ન કર્યા હતા. જો કે ડોક્ટરની સતર્કતાના કારણે સમગ્ર ઘટનાનો ભાંડો એક વર્ષ બાદ ફૂટ્યો છે.
મહેસાણાના કડીમાં પુત્રની અપેક્ષાએ દંપતિને ત્યાં બીજી દીકરી જન્મતાં દંપતિએ માત્ર 32 દિવસની દીકરીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયત્ન કરાયા હતા. જોકે ડોક્ટરે ગળા પર નિશાન જોતાં પોલીસને જાણ કરી હતી આમ ડોક્ટરે સતર્કતા બતાવી પોલીસને જાણ કરતાં દંપતીનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે માતા રીના પટેલ, પિતા હાર્દિક પટેલ, દાદી નીતાવ પટેલ તેમજ દાદા ઉપેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધી છે. કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં માતા પિતાએ હેવાન બનીને 1 માસ અને 2 દિવસની બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પોલીસની તપાસમાં બાળકીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં નાયબ પોલીસ અધિક્ષક ફરિયાદી બન્યા છે. આ કેસમાં અગાઉ અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ થઈ હતી પણ પોલીસની તપાસમાં હત્યા થઈ હોવાનું ખુલતા માતા પિતા અને દાદા દાદી સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. કડી પોલીસ સ્ટેશનમાં તા.22 ડિસેમ્બર 2019 ના રોજ અકસ્માત મોત જાહેર થયું હતું. જેમાં મિષ્ટિ નામની 32 દિવસની બાળકીના ગળાના ભાગે લાલ નિશાન હતા અને તે સમયે મૃત થયેલ જાહેર કરવામાં આવ્યું હતું. જે આધારે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી પેનલ ડોકટરથી અમદાવાદ ખાતે પીએમ કરાવયું હતું જેમાં બાળકીનું ગળું દબાવી મોત નિપજવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જયારે પરિવારની તપાસ કરી ત્યારે પરિવારે સ્તનપાન દરમિયાન શ્વાસ રૂંધાવાના કારણે મોત થયું હોવાનું રટણ કર્યું હતું. તેમજ પરિવાર ભાગ્યોદય હોસ્પિટલમાં બાળકીને લઈ જઈ તપાસ કરાવી હતી.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com