સુરત : સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ

સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ચોથા દિવસે યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ છે અને પોતાની માંગણીને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. તો હડતાળમાં મહિલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. હાલ તો તંત્ર કર્મચારીઓને સમજાવવામાં નિષ્ફળ નિવડ્યુ છે. તો કર્મચારીઓની હડતાળને લઈ સિવિલમાં ગંદકીના ઢેરને ઢેર જોવા મળી રહ્યા છે.
સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ચોજા દિવસે યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ છે અને પોતાની માંગણીને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા કર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી કપાત પગાર તેમજ પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. સિવિલ તંત્ર સફાઈ કર્મચારીઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે વિરોધ કરી રહેલા કર્મીઓના કારણે દર્દીઓ અને તેના સગાઓને હેરાન થવાનો વારો આવ્યો છે. 108માં આવતા ગંભીર દર્દીઓને સારવાર આપવાને બદલે સલાહ આપી સ્મીમેર રીફર કરી દેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલે ઈમરજન્સી ન હોય તો દર્દીને દાખલ ન કરવા સૂચના આપી છે. 108ના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને ઈમરજન્સી કેસ સ્મીમેર લઈ જવા કહ્યું છે. ઉપરાંત સ્ટાફ મોકલવા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યું હતું.
વધુમાં હાલ તો હડતાળ પર ઉતરેલા સિવિલના કર્મચારીઓ જો તેઓની માંગણી નહી સંતોષાય તો છેક સુધી લડી લેવાના મુડમાં હોવાનું પણ જણાવ્યુ હતું. તો હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલના કામદારો હડતાળ પર હોવાને લઈ કેમ્પસમાં ઢેર ને ઢેર ગંદકી જોવા મળી રહી છે.