નવસારી : બેફામ બનેલા ભૂમાફિયા ઉપર ખાણ ખનીજ વિભાગની લાલ આંખ

નવસારી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી ચૂકવવા વગર માટી ભરેલ બે ટ્રકો ને ચોખડ ગામ પાસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જો કે જિલ્લામાં ઘણી જગ્યાએ માટીખનન કે રેતી ખનન થઈ રહ્યું છે.તેના ઉપર ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ છે.નવસારી જિલ્લામાં ના જલાલપોર તાલુકાના આસણા ગામની સીમમાંથી માટી ભરી બહાર નીકળતા સમયે નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોખડ ગામ પાસે બે માટી ભરેલ ટ્રક ના દ્રાઈવર પાસે માટી ની રોયલટી પાસ માંગતા આ બન્ને દ્રાઈવર પાસે ન હોય બે ટ્રક ડિટેન કરવામાં આવી હતી .જેમાં મળતી માહિતી મુજબ એકના માલિક નીતીન ઈટવાળા તેમજ એક અન્ય એક વ્યક્તિ ની ગાડી ઝડપી પાડી હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયા ઉપર લાલ આંખ કરતા ચોખડ ગામ ની હદ માંથી બે ગાડી ડિટેઇન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ મચી ગયો હતો ખાણખનિજ વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારે તેવી માંગ
નવસારી જિલ્લા ના દરેક તાલુકામાં માં થતા રેતી, માટી, પત્થર (માઈન સ્ટોન) ની માત્ર ગાડીઓની ખાણ ખનિજ વિભાગ જો નિષ્પક્ષ તપાસ કરે તો નવસારી જિલ્લા નું આ સૌથી મોટો કૌભાંડ બહાર આવી શકે અને સરકારી તિજોરી ને કરોડો નો ફાયદો થઈ શકે એમ છે જેથી ખાણખનિજ વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારી ગેરકાયદે સર હેરાફેરી કરનારા ભુમાફિયાઓ ઉપર લગામ કસે તેવી લોકમાંગ ઉઠી છે.