કચ્છ : માલધારીઓના જીવનમાં પરિવર્તનની રૂપૂરેખા શરૂ થઈ

ક્ચ્છ,નામ સાંભળતા જ આપણને દૂર દૂર સુધી ફેલાયેલું અફાટ રણ, રણમાં કતારબદ્ધ લાઈનમાં ચાલતા ઊંટના દ્રશ્યોનો આભાસ થાય છે ઊંટ રણનું વાહન છે ક્ચ્છ પશુપાલનનો જિલ્લો છે જિલ્લામાં 12 હજારથી વધુ ઊંટની વસ્તી છે ત્યારે આજે આપણે વાત કરવી છે ઊંટની...જી હા એક સમય એવો હતો કે,જે પશુપાલક પાસે ઊંટ હોય તેઓ પાસે ખાવાના પણ સાસા હતા પણ આજે પરિવર્તન આવ્યું છે ઊંટ પાલન કરતા માલધારીઓ આજે ખુશ છે
પહેલા ઊંટને લઈને માલધારીઓ દૂર દુર સુધી સ્થળાંતર કરતા રહે,ભોજનની કોઈ સગવડ ન હોય,વ્યાજે રૂપિયા લેવા પડે,ઘણીવાર તો ઊંટડીનું દૂધ પીને ગુજરાન ચલાવવું પડે તેવા દિવસો હતા આજીવિકા માટે માત્ર ઊંટ જ એક સાધન છે પરંતુ આવક થતી ન હતી પરંતુ 2015 માં માલધારીઓના જીવનમાં બદલાવ આવ્યો,સહજીવન સંસ્થા તેમની વ્હારે આવી ઊંટડીનું દૂધ કોઈ ખરીદતું ન હતું.પરંતુ સંસ્થાએ પ્રયાસો કર્યા અને રાજસ્થાનની એડવીક ડેરીએ ઊંટડીનું દૂધ ખરીદવાનું શરૂ કર્યું ત્યારથી માલધારીઓના જીવનમાં પરિવર્તનની રૂપૂરેખા શરૂ થઈ છે મહિલા માલધારીઓ ઊંટડીનું દૂધ મેળવી ડેરીને આપતા અને ડેરી દ્વારા પૈસા ચુકવતા,માલધારીઓને આવક મળતી થઈ જેથી તેઓનું ગુજરાન ચાલતું ગયું હવે તેઓ પોતાનો ખર્ચો કાઢવા સાથે આજીવિકા પણ મેળવે છે દરરોજ ભોજન પણ કરે છે આ બદલાવ ઊંટડીના દૂધ થકી આવ્યો છે મહિલાઓને માનભેર રોજગારી મળતી થઈ જેથી તેઓના જીંદગીમાં પણ રોનક આવી ગઈ આ પ્રયાસો માટે કચ્છની મહિલાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે
સહજીવન સંસ્થાના પુનિતા બેન પટેલ જણાવે છે કે ઊંટડીનું દૂધનું વેચાણ થવાથી મહિલાઓને આવક મળી રહી છે ઉપરાંત
ઊંટડીના ઉનમાંથી વણા બનાવવામાં આવે છે જે ઊંટડીના આચળ પર પહેરાવાય છે જેથી તેના બચ્ચા વારંવાર ફિડિંગ ન કરે ઊંટડીનું ઉન વેચાય એ માટે પણ પ્રયાસો થવા જોઈએ ખાસ તો વણાનો ઉપયોગ માલધારીઓ બેગ તરીકે પણ કરે છે જેમાં ચીજવસ્તુઓ રાખવામાં આવે છે
કચ્છમાં ઊંટોની અંદાજીત સંખ્યા 12 હજાર જેટલી છે જેમાં 7 હજાર ઊંટડીનો સમાવેશ થાય છે દાયકાઓ અગાઉ ઊંટડીના દૂધ નું મહત્વ ખૂબ જ ઓછું હતું પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ઊંટડીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ માટે ખૂબ જ ઉપયોગી હોવાનું ફલિત થયા પછી તેનું મહત્વ ખૂબ જ વધ્યો છે
કચ્છમાં ઊંટડીનું દૂધ એકત્ર કરી શકાય તેવા વિસ્તારો નખત્રાણા, રાપર, ભચાઉ અને ભુજ છે ઊંટડીના દૂધનો સ્વાદ ગાય અને ભેંસના દૂધ કરતા અલગ હોય છે દુનિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ઊંટડીના દૂધમાં ઇન્સ્યુલિન જેવું પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ ની જાળવણી માં અતિ મહત્વનો ભાગ ભજવે છે દૂધ નિયમિત સેવનથી ચામડી પર કરચલીઓ પડવાની ઝડપ ઘટે છે અને ચહેરાને નિખાર આપે છે આ દૂધ માં ગાય કરતા ચારથી પાંચ ગણું વધારે વિટામિન સી ૩૦થી ૪૦ ઘણું લેકટોફેરીન નામક પ્રોટીન, વધુ મિનરલ્સ અને અનસેચ્યુરેટેડ ફેટીએસિડ હોય છે ઘણા કિસ્સાઓમાં ઊંટડીના દૂધથી કેન્સર, ટી.બી, કમળો , મલ્ટિયલ સ્કેલેરોસીસ , સ્કીન કેન્સર , હાઇ બ્લડપ્રેશર , ફ્રુડ એલર્જી જેવા રોગોના નિદાન થયા છે એટલું જ નહીં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે ખરા અર્થમાં ઊંટડીનું દૂધ ફળદાયી નિવડે છે.