સાંતલપુર : રામદેવ ગૌ શાળા દ્વારા નાઈટ ક્રિકેટ મેચનું આયોજન કરાયું

રામદેવ ગૌ શાળા ના આયોજકો દ્વારા નાઈટ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 250 જેટલી ટીમો ભાગ લીધો હતો જેમાંથી કનૈયા લાલ અને સદામ ભાઈ ની મેચ ફાઈનલ સુધી પહોંચી હતી જેમાં કનૈયા લાલ (ચારણકા સોલાર પાર્ક એન્જિનિયર ઇન્ચાર્જ ) ની ટીમ આખરી વિજેતા બની હતી આ ફાયનલ મેચને નિહાળવા ખૂબ મોટી સંખ્યા દૂર દૂર લોકો આવ્યા હતા
હાલમાં ચાલતા સમયમાં ગૌ માતાજી માટે વિવેધ પ્રકારના આયોજન કરવામાં આવે છે એવી જ રીતે આવી કપરી પરિસ્થિતિમાં પણ છેક સેવડા તરફ એક નાની એવી ગૌ શાળા બનાવી સે જેમાં ગાય દાણ ,લીલો ચારો ,સુકો ચારો ,પાણી વગેરે ની જરૂરિયાત હોય સે જેના માટે કોરડા ગૌ શાળા ના ટ્રસ્ટી ઓ દ્વારા નાઈટ ક્રિકેટ મેચનું આયોજન કરાયુ,
આયોજક ઈશ્વરભાઈ ઠાકોર,અલ્પેશભાઈ જોષી, ચેતનભાઇ ચૌધરી ,ઈકબાલભાઈ ડાડા,લક્ષ્મણ ભાઈ રબારી, ભચાભાઈ આહીર, ડૉ.સુરેશભાઈ કોરડા,તથા સમસ્ત કોરડા ગામ અને આજુ બાજુ ના ગામ લોકો નો ખૂબ મોટો સાથ સહકાર આપવામાં આવ્યો હતો
જેમાં વીવેધ પ્રકાર ની ટોફી આપવામાં આવી હતી જેના દાતાર તરીકે રણજીતસિંહ સાહેબ દ્વારા મેન ઓફ ધ ફાયનલ વિજેતા ટીમ ટોફી ના સ્પોનસર બન્યા હતા
ગુમનસિંહ જાડેજા (ઝઝામ ), દ્વારા રનર અપ ટીમ ટોફી ના સ્પોનસર બન્યા હતા
ડો.નિલેશભાઈ દ્વારા દરેક ટીમ જ્યાં સુધી રમે ત્યાં સુધી ક્રિકેટ બોલ ના સ્પોનસર બન્યા ચિરાગભાઈ ઠક્કર વારાહી( ગણેશ મોબાઈલ), દરેક ટીમ ના મેન ઓફ ધ મેચ ના ટી શર્ટ ના સ્પોનસર બન્યા હતા