ભારતનું દેવું 543 અબજ ડોલર - વિશ્વ ઉપર 188 લાખ કરોડ ડોલરનું દેવું

ભારતનું દેવું 543 અબજ ડોલર - વિશ્વ ઉપર 188 લાખ કરોડ ડોલરનું દેવું

IMF ના રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વ પર દેવાનો બોજ અંદાજે 188 ટ્રિલિયન ડોલરનો છે. ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે જયારે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર લગભગ 21.35 લાખ કરોડ ડોલરનો છે. IMF ની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ લોનના આટલા વિશાળકાય બોજ પર ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે લોનની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બેગણાથી પણ વધુ છે. તેમણે ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે જો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઈ જાય છે તો સરકારો ખતરામાં પડી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2016 માં સમગ્ર વિશ્વ પર લોનનો બોજ અંદાજે 188 લાખ કરોડ ડોલર હતો. જૂન મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ ભારતનું કુલ વિદેશી દેવું 2019 સુધી 543 અબજ ડોલર હતું. માર્ચ 2018 ની સરખામણીએ વિદેશી દેવાની રકમમાં લગભગ 13.7 અબજ ડોલરનો વધારો થયો છે. જીડીપી સાથે સરખામણી કરીએ તો રકમ 19.7 ટકા હતી. કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રૂપિયા માત્ર દેવા પર વ્યાજ ચૂકવવામાં ખર્ચ કરે છે. ગત બજેટમાં સરકારે દેવા પર વ્યાજ ચૂકવવા માટે 5.75 લાખ કરોડ રૂપિયા એલોટ કર્યા હતા. બજેટ 2019 - 20 ની વાત કરીએ તો સરકારએ લગભગ 27.80 લાખ કરોડ રૂપિયા ખર્ચનો લક્ષ્ય રાખ્યો છે.