જામનગર : ખેડુતોને પડતી હાલાકી ને લઈ ભાજપ અગ્રણીની રજુઆત

જામનગર જીલ્લાના કાલાવડમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ત્યારે આજે ખેડુતો કર્યો વિરોધ.ખરીદીમાં સરકારી અધિકારી ઓ મનમાની ચલાવતા હોવાનો ખેડુતોનો આક્ષેપ. ખરીદીમાં અધિકારી લોલમલોલ ચલાવી રહયા છે. ખેડુતોને કયારે વેચાણ કરવા આવવું તેની ચોક્કસ જાણ કરવામાં આવતી નથી. અને અધિકારી દ્ધારા પોતાની મનમાની ચાલતી હોવાનો ખેડુતોને આક્ષેપ. ત્યારે ભાજપના અગ્રણીએ ચણા ખરીદી કેન્દ્ર ઉપર જઈ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે રજુઆત કરી. ખેડુતોના ચણા રીજેક્ટ ખોટી રીતે ન કરવા અધિકારીઓને જરૂરી કડક સુચનાઓ આપેલ તેમજ ખેડૂતોને કોઈ હેરાનગતિ થાય તો ભાજપના આગેવાનો નાનજીભાઈ ચોવટીયા, મેઘજીભાઈ ચાવડા ,ગાડુંભાઈ ડાગરીયા ,જયેશ વાઘાણી,છગનભાઈ , રાજુભાઈ મારવીયા, જગદીશભાઈ સાંગાણી અને ભાજપના આગેવાનોનો સંપર્ક કરવો જણાવ્યું