સુરત : સીગારેટ અને તંબાકુના કાર્ટુનની ચોરી કરનાર બે રીઢાઓ ઝડપાયો

સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી સીગારેટ અને તંબાકુના કાર્ટુનની ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેઓનો એક સાથીદાર ભાગી છુટ્યો હોય જેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા છે.
હાલમાં ચાલુ ગાડીએ ટેમ્પામાંથી તંબાકુ અને સિગારેટના કાર્ટુનની ચોરીઓ વધી રહી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આવા સાતીર ચોરોને ઝડપી પાડવા મેદાને આવી છે. ત્યારે સુરતના ઉમરા, રાંદેર, અડાજણ, અમરોલી, અઠવા, ખટોદરા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ચાલુ ટેમ્પામાંથી મોપેડ પર જઈ તંબાકુ અને સિગારેટના પેકેટની ચોરી કરનાર રીઢાઓ મયુર રાઠોડ અને દર્શન ઉનાગરને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પુછપરછ કરતા રીઢાઓએ 10 જેટલા ગુનાઓની કબુલાત કરી છે. તો તેઓએ અન્ય એક ભાગી છુટેલા સાથીદાર એવા નિતિન ઉર્ફે મોટા શીખડા સાથે મળી ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.