સુરત : રીક્ષામાં મુસાફરના પૈસા નજર ચુકવી ચોરી કરનાર રીઢાઓ પકડાયા

લાલગેટ પોલીસ મથકની હદમાં રીક્ષામાં મુસાફરના ખિસ્સામાંથી નજર ચુકવી રૂપિયા કાઢી લેતી ટોળકીના રીઢાને અઠવા પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અઠવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકની હદમાં રીક્ષામાં મુસાફરના પૈસા નજર ચુકવી ચોરી કરનાર રીઢાઓ જેમાં ડિંડોલી આવાસના સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડા શેખને નવસારી બજાર બંબાગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. અને તેની પુછપરછ કરતા તેણે કબુલાત રી હતી કે તેણે સાથીદારો સાથે મળી અડાજણ પાટીયાથી બેસેલા મુસાફરના ખિસ્સામાંથી સાડા ત્રણ લાખ રૂપિયા કાઢી લીધા હતાં. હાલ તો અઠવા પોલીસે રીઢાની ધરપકડ કરી તેનો કબ્જો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.