સુરત : વરાછામાં અજાણ્યાઓ રોયલ એન્ફીલ્ડની ચોરી કરી ફરાર

સુરતમાં વાહન ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછામાં પટેલ સમાજની વાડીના ગેટ સામેથી અજાણ્યાઓ રોયલ એન્ફીલ્ડની ચોરી કરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તો ચોર સીસીટીવીમાં પણ કેદ થયો છે.
સુરતમાં રોજેરોજ વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે. હવે તસ્કરો બેફામ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા એસ.એમ.સી. પાર્ટી પ્લોટના પાર્કિંગ સામે પટેલ સમાજની વાડી સામે અનીલકુમાર ગજેરાએ મુકેલ પોતાની રોયલ એન્ફીલ્ડને અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા. ચોરી કરતા રીઢાઓ સીસીટીવીમાં કેદ થયા હોય હાલ તો વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.