લીંબડી : સાયબર સેફટી અને જીવન કુશળતા અંગેનો સેમીનાર યોજાયો

બી.એ.કન્યા વિદ્યાલય લીંબડી ખાતે સાયબર સેફટી અને જીવન કુશળતા અંગેનો સેમીનાર યોજાયો
મહિલા અને બાળ અધિકારી ની કચેરી અને બેટી બચાવો બેટી પઢાવો સેલ સુરેન્દ્રનગર દ્વારા બી.એ.કન્યા વિદ્યાલય લીંબડી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં સાયબર ક્રાઇમ સુરેન્દ્રનગર નાં એ.એસ.આઇ. રામદેવસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા દિકરીઓને સાયબર સેફટી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગ માંથી ડો.વૈભવભાઇ બેલાણી દ્વારા દિકરીઓને ઉપયોગી માહિતી આપી હતી. લીંબડી પોલીસ સ્ટેશન નાં પી.આઇ. રામ દ્વારા દિકરીઓને મોબાઇલ ટેકનોલોજી દ્વારા ઉદ્દભવતા પ્રશ્નોથી બચવા બાબતે માહિતગાર કર્યા હતા.ત્યારબાદ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ લીંબડી નાં સેક્રેટરી મુલતાનીભાઇ દ્વારા નિ: શુલ્ક કાનુની સેવા સત્તા મંડળની માહિતી આપવામાં આવી હતી . તેમજ શાળાની દિકરીઓને આ તકે પાણીની બોટલો આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવામા લીંબડી પી.બી.એસ.સી ના કાઉન્સેલર નિર્મળાબેન પનારા અને ગીતાંજલીબેન સોલંકી , સંગીતાબેન વાઘેલાએ જહેમત ઉઠાવેલ હતી.