સુરત બ્રેકીંગ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પુલીસ કમિશનર સહીત પોલીસકર્મીઓની સાયકલ યાત્રા

આઝાદીના 75 વર્ષની ઉજવણીનો પ્રારંભ તા.12 માર્ચથી કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લઈ દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. જેને લઇ આઝાદીનો અમૃત મહોત્સવ - 2021 અંતર્ગત સુરત પોલીસે પ્રથમવાર સાઇકલ ઉપર દાંડી યાત્રા કરી છે જેમાં ખુદ પોલીસ કમિશનર અજય તોમર તેમજ 5 પોલીસ અધિકારીઓ - પીઆઈ અને પીએસઆઈ સહિત 100 જેટલા પોલીસકર્મીઓ જોડાયા છે. પોલીસ કમિશનર કચેરીથી સવારે 5 વાગ્યે ખજોદ ગામના પ્રભુભાઈ નાનુભાઈ આહીરે ફ્લેગ ઓફ કરાવી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ખજોદગામના પ્રભુભાઈ આહીરની ઉમર 104 વર્ષની છે. સુરતથી નવસારી દાંડી સુધીનું અંતર 58 કિલોમીટરનું છે. જેમાં રસ્તામાં 20 કિલોમીટરે હોલ્ડ રાખવામાં આવ્યો હતો ત્યારપછી બીજા 20 કિલોમીટરે હોલ્ડ કરી બાદમાં પોલીસકર્મીઓ દાંડી સુધી પહોંચ્યા હતા. આ યાત્રામાં પાલિકા કમિશનર બંછાનિધી પાની પણ જોડાયા હતા. આ ઉજવણી 75 સપ્તાહ સુધી ચાલશે.