દિલ્હીમાં વીજળી - પાણી - બસ મુસાફરી અને હવે ગટર જોડાણ ફ્રી

દિલ્હીમાં વીજળી - પાણી - બસ મુસાફરી અને હવે ગટર જોડાણ ફ્રી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વીજળી, પાણી પછી લોકોને ગટરનું મફત જોડાણ આપવા જાહેરાત કરી છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે જે ઘરોમાં ગટર કનેકશન નથી તેમને તા 31 માર્ચ - 2020 સુધીમાં મફતમાં કનેકશન આપવામાં આવશે એ માટે તેમણે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીની હવા સાફ થઈ રહી હોઈ હવે ઓડ - ઈવન ફોર્મ્યુલાનો અમલ કરવામાં નહીં આવે.
દિલ્હીમાં હાલમાં 20000 લીટર સુધી પાણી, 200 યુનીટ સુધી વિજળી અને મહિલાઓને ડીટીસી બસમાં મુસાફરી ફ્રી છે.
બસમાં ફ્રીમાં મુસાફરીને લઈને કેજરીવાલે કહ્યું હતું કે એક રાજ્યના મુખ્યમંત્રી પોરાના માટે 191 કરોડનું હવાઈ જહાજ ખરીદે છે અને અમે બહેનોને ફ્રીમાં મુસાફરી કરાવીએ છીએ. મુખ્યમંત્રી કેજરીવાલે 191 કરોડના હવાઈ જહાજ લઈને ગુજરાતના મુખ્યમંત્રી ઉપર નિશાન સાધ્યું હતું।