ટીએમસીના પૂર્વ રેલવે મંત્રી ભાજપમાં તો ભાજપના પૂર્વ નાણામંત્રી યશવંતસિંહા ટીએમસીમાં જોડાયા

ટીએમસીના પૂર્વ રેલવે મંત્રી ભાજપમાં તો ભાજપના પૂર્વ નાણામંત્રી યશવંતસિંહા ટીએમસીમાં જોડાયા

ભારત સરકારના પુર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા યશવંતસિંહા આજે તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને તેઓએ જણાવ્યું છે કે મમતાજી પર જે રીતે નંદીગ્રામમાં હુમલો થયો તેનાથી મારા માટે પણ નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો અને મેં તૃણમુલ કોંગ્રેસમાં જોડાવા નિર્ણય લીધો છે. યશવંતસિંહાએ વાજપેયી સરકારમાં નાણા અને વિદેશ મંત્રાલય જેવા મહત્વના ખાતા સંભાળ્યા હતા. 2014માં બિહારની બેઠક પર તેમના પુત્ર જયંતસિંહાને ટિકીટ આપવામાં આવી હતી જે બાદ ફરી 2018માં રીપીટ કરાયા છે પરંતુ યશવંતસિંહા ભાજપમાં અસંતુષ્ટ બની ગયા હતા અને મોદી સરકારની આકરી ટીકા સતત કરતા હતા. યશવંત સિંહને ટીએમસીના પુર્વ રેલ્વેમંત્રી દિનેશ ત્રિવેદીએ રાજીનામુ આપતા જે બેઠક ખાલી પડી છે તે ઉપલા ગૃહમાં મોકલાય તેવી શકયતા છે. જો કે તમામ આધાર તૃણમુલ ફરી સતા પર આવે છે કે કેમ તેના પર છે.