કતારગામમાં સાળાની હત્યા કરનાર મહેશના અનૈતિક સંબંધોના ફોટા વાયરલ - સોસીયલ મીડિયામાં કડક સજાની માંગ

કતારગામમાં સાળાની હત્યા કરનાર મહેશના અનૈતિક સંબંધોના ફોટા વાયરલ - સોસીયલ મીડિયામાં કડક સજાની માંગ

સુરત શહેરમાં ક્રાઇમ દિવસેને દિવસે વધતા જાય છે જેમાં થોડા દિવસ અગાઉ કતારગામમાં સગા સાળાની હત્યા કરનાર બનેવી મહેશ ઝાંઝમેરા અને તેની પ્રેમિકાના અંગત ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. સાળાની હત્યા કરનાર મહેશના અનૈતિક સંબંધને લીધે થયેલી હત્યાને કારણે લોકોએ બન્ને પર સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવી હતી અને કડક સજાની માગ કરી હતી. અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધોને કારણે મહેશે પત્નીને કાઢી મૂક્યા બાદ તેના ઘરે જઇ મારા મારી કરી હતી. મહેશને ધમકાવવા આવેલા બંને સાળાને મહેશે તલવારના ઘા ઝીકયા હતા જેમાં એકની કરપીણ હત્યા થઇ હતી.
સુરત કતારગામમાં નીલકંઠ સોસાયટી - 2માં રહેતા 34 વર્ષીય મહેશ મધુ ઝાંઝમેરાનાં લગ્ન પ્રીતિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન 3 સંતાનોના પિતા મહેશને અન્ય એક દિપાલી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ થયો હતો. આ મહિલાએ મહેશના ગામમાં અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 2 વર્ષ પહેલાં તે મહેશના સંપર્કમાં આવી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલા તેના પતિથી અલગ થઇ ગઇ હતી. જેથી મહેશ પત્ની સાથે છૂટાછેડા માંગતો હતો. છૂટાછેડા બાબતે મહેશ અને પત્ની વચ્ચે વિવાદ થયો હતો. આ યુવતી પ્રીતિબેનની હાજરીમાં ઘરે આવતી જેને લઇ ઘરે અવાર નવાર ઝઘડાઓ થતા હતા તેથી પતિ મહેશે પ્રીતિબેનને કાઢી મૂકી હતી જેને લઇને પ્રીતિબેને તા.8મી ડિસેમ્બરે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ ગત મંગળવારે સાંજે પ્રીતિબેનના ભાઇ જયેશ કલસરીયા, નીતેશ, ભાવનાબેન જયેશભાઈ અને અરુણાબેન નીતેશભાઈ નીલકંઠ સોસાયટીમાં ધસી ગયા હતા. મહેશ અને તેના પિતા મધુ ઝાંઝમેરા, માતા વિમળાબેન અને ભાઇ મનસુખ પણ જયેશ ઉપર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. મહેશ ઝાંઝમેરાએ જયેશ અને નીતેશને બરહેમીપૂર્વક તલવારના ઘા ઝીકી દેતાં બંનેને ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં જયેશનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે મહેશની ધરપકડ કરી હતી.
હાલ સોશિયલ મીડિયામાં મહેશ અને મહિલાના અંગત પળોના ફોટા વાઈરલ થયા છે. અનૈતિક સંબંધની કિંમત સાળાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. લોકોએ મહેશ અને મહિલાના સંબંધો વિશે સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવતા મહેશને કડક સજા આપવાની માંગણી કરી હતી.