અભિનેત્રી સનાખાને સુરતના મૌલવી સાથે કેમ કર્યા લગ્ન વાંચો અહેવાલ

અભિનેત્રી સનાખાને સુરતના મૌલવી સાથે કેમ કર્યા લગ્ન વાંચો અહેવાલ

સલમાન ખાનની કો-સ્ટાર રહી ચુકેલી સનાખાને ગુજરાતમાં સુરતના એક મૌલવી સાથે નિકાહ કર્યા છે આ અંગે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રી અને મૌલવીના નિકાહના દ્રશ્યો છે. સનાએ ઈસ્લામ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. ગયા મહિને તા.8 ઓક્ટોબરે સનાખાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી અને ગઈકાલે શનિવારે તેના લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં તે દુલ્હનના વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સનાના લગ્ન સુરતના અંકલેશ્વરમાં મુફ્તી અનસ સઈદ સાથે થયા છે.
લગ્ન પહેલા બિગ બોસ 6, હલ્લા બોલ, જય હો અને વજહ તુમ હો જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આમ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ઝાયરા વસીમનો રસ્તો અપનાવ્યો હતો, સનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડતી વખતે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આ જિંદગી અસલમાં મોત બાદની જિંદગીને બહેતર બનાવવા માટે છે અને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે સંપત્તિ અને ઈજ્જતને પોતાનું ધ્યેય ન માનીને પોતાને પેદા કરનારાના હુકમ પ્રમાણે જિંદગી વિતાવે અને માનવતાની સેવા કરે. આથી હું એલાન કરુ છું કે આજથી હું મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જિંદગીને છોડીને માનવતાની સેવા કરવાના માર્ગે જઉ છું. તે માનવતાની સેવા કરશે અને તેના નિર્માતા અલ્લાહના હુકમનું પાલન કરશે।
સના ખાને સુરતના મૌલવી મુફ્તી અનસ સાથે નિકાહ કર્યાં છે. સનાએ ફરી એકવાર તેના ચાહકોને ચોંકાવી દીધા છે હાલ સનાખાનના લગ્નના ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે જેમાં સના ખાન અને મુફ્તી અનસ વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે અને સનાખાન વીડિયોમાં કેક કાપતી જોવા મળી રહી છે.
વર્ષની શરૂઆતમાં કોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલ્વિન લુઇસ સાથેના બ્રેકઅપ પછી સનાખાને પોતાની આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે તેણે હવે તેના એકાઉન્ટમાંથી બધા જૂના ફોટા અને પોસ્ટ ડિલીટ કરી નાખી છે. સનાએ તા.12 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામમાં મુકેલી પોસ્ટમાં તેના બ્રેકઅપ વિશે વાત કરતી વખતે મેલ્વિન પર એક છોકરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવ્યો હતો. સના અને મેલ્વિન વર્ષ 2018 માં મળ્યા હતા.