ગુજરાતની મહાનગરપાલિકના અકલ્પીનય પરિણામ હશે - સીએમ રૂપાણી - 16 વર્ષ પછી સૌથી વધુ મતદાન

ગુજરાતની મહાનગરપાલિકના અકલ્પીનય પરિણામ હશે - સીએમ રૂપાણી - 16 વર્ષ પછી સૌથી વધુ મતદાન

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે ત્યારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓએ રાજકોટ ખાતે પોતાના પત્ની અંજલિબેન સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ગુજરાતની 6 મહાપાલિકામાં ભાજપ ભારે બહુમતીથી જીતશે. મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. સવારે સીએમનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતા તેઓ આજે સાંજે પાંચેક વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા અને 5:15 વાગ્યે અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7 જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે સાંજે મતદાનના છેલ્લા 1 કલાક દરમ્યાન પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપ્યા બાદ મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે હું કોરોનાગ્રસ્ત થયા બાદ રિપોર્ટ નેગેટીવ આવતા આજે કોરોના મુક્ત થયો છું. જનતાએ કરેલી પ્રાર્થના અને શુભકામના બદલ આભાર. રિકવરી રેટ 97.50 ટકા કરતા વધુ છે. સરકારે સારી સારવાર ઉભી કરી છે. ભગવાનનો આભાર કે મને ઝડપી સારવાર મળી અને હું ઝડપથી સ્વસ્થ થયો અને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી સીધો રાજકોટ આવી મતદાન કર્યું. મુખ્યમંત્રીએ બાકી રહેલા મતદારોને ઝડપથી મતદાન કરી પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરી હતી.
મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાઓ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું તે સારી બાબત છે. ગુજરાતની જનતાએ ગુજરાતની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.
કોરોનાગ્રસ્ત દર્દી ઝડપથી સારવાર મેળવે, કોઈ ચિંતા કરે નહિ, કોરોના સંદર્ભમાં સરકારે સારી વ્યવસ્થા કરી છે. સરકારી હોસ્પિટલમાં સારી સારવાર મળે છે જેનો અનુભવ મેં પણ કર્યો છે. કોરોના માટે એ જરૂરી છે કે લોકોને જલ્દી સારવાર મેળવે. કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ કર્યો છે. ગુજરાતનો પણ વિકાસ થયો છે. શહેર, ગામડામાં ભાજપે શક્ય તેટલો વિકાસ કર્યો છે. ભાજપ વિકાસનો પર્યાય છે. વિકાસ જ મુદ્દો છે. વિકાસને ધ્યાનમાં રાખી ભાજપ 6 મહાપાલિકા જીતશે જેના અકલ્પનિય પરિણામ હશે. પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થશે. અમારું સ્લોગન ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ જે લોકોએ ફળીફુત કર્યું છે.


ગુજરાતની 6 મનપામાં 16 વર્ષ પછી સૌથી વધુ મતદાન નોંધાયું.
-- વર્ષ 2005 માં સરેરાશ 32.84% મતદાન થયું હતું
અમદાવાદ - 30.39%, સુરત - 39.63%, રાજકોટ - 39.79%
વડોદરા - 43.96%, જામનગર - 43.80%, ભાવનગર - 39.30%
-- વર્ષ 2010 માં સરેરાશ 43.68% મતદાન થયું હતું
અમદાવાદ - 44.12%, સુરત - 42.33%, રાજકોટ - 41.06%
વડોદરા - 44.41%, જામનગર - 50.35%, ભાવનગર - 45.25%
-- વર્ષ 2015 માં સરેરાશ 45.81% મતદાન થયું હતું
અમદાવાદ - 46.51%, સુરત - 39.93%, રાજકોટ - 50.40%
વડોદરા - 48.71%, જામનગર - 56.77%, ભાવનગર - 47.49%
-- વર્ષ 2021 માં સરેરાશ 48.15% મતદાન થયું હતું
અમદાવાદ - 42.53%, સુરત - 44.52%, રાજકોટ - 50.75%
વડોદરા - 47.99%, જામનગર - 53.64%, ભાવનગર - 49.47% મતદાન નોંધાયું છે. ગુજરાતમાં છેલ્લા 31 વર્ષથી સુરતમાં - 13 વર્ષથી અમદાવાદમાં - 16 વર્ષથી વડોદરામાં - 16 વર્ષથી ભાવનગરમાં - 16 વર્ષથી રાજકોટમાં અને 26 વર્ષથી જામનગરમાં ભાજપનું શાસન છે.
સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું હતું છતાં 9 વાગ્યા સુધી ચૂંટણીપંચ મતદાનના આંકડા જાહેર કરી શક્યું નહતું.