ગુજરાતમાં કોરોના કહેર - અમદાવાદની સ્થતિ બગડતા સુરતથી મોકલાયા વેન્ટિલેટર અને ઓક્ઝિજન ટેન્ક

ગુજરાતમાં કોરોના કહેર - અમદાવાદની સ્થતિ બગડતા સુરતથી મોકલાયા વેન્ટિલેટર અને ઓક્ઝિજન ટેન્ક

ગુજરાતમાં કોરોનાનો કહેર વચ્ચે આજે ફરી 1500 થી વધુ કોરોના કેસો સામે આવતા હાલ 14,792 એક્ટિવ કેસો થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના નવા 1598 કેસો નોંધાયા છે જ્યારે 15 દર્દીઓના મૃત્યુ થયા છે અને 1523 દર્દીઓ સારવાર લઈને સાજા થયા છે. રાજયમાં કુલ 89 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 14,703 દર્દીઓ સ્ટેબલ છે તો કોરોના કેસોનો કુલ મૃત્યુઆંક 3,953 છે અને કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 2,06,714 પર પહોંચ્યો છે જેમાં અમદાવાદમાં ૩૫૦ થી વધુ કેસ આવતા તંત્ર એલર્ટ થયું છે જેમાં એક જ દિવસમાં 10 દર્દીના મોત થતા ફફડાટ ફેલાયો છે આમ અમદાવાદમા સ્થતિ બગડતા સુરતથી 30 વેન્ટિલેટ - 989 કિલોલિટરની 2 ઓક્ઝિજન ટેન્ક અને 2 ડોક્ટરોને ડેપ્યુટેશન ઉપર મોકલાયા છે.
ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના કેસોમાં અમદાવાદ - 357, સુરત - 284, વડોદરા - 179, રાજકોટ - 151, ગાંધીનગર - 67, બનાસકાંઠા - 58, મહેસાણા - 57, પાટણ - 50, જામનગર - 40, ખેડા - 32, દાહોદ - 29, જૂનાગઢ - 28, ભાવનગર - 27 સાબરકાંઠા - 27, આણંદ - 25, મહિસાગર - 25, પંચમહાલ - 24, મોરબી - 19, ભરૂચ - 19, અમરેલી - 18, કચ્છ - 16, સુરેન્દ્રનગર - 13, ગીર સોમનાથ - 12, નર્મદા - 9, અરવલ્લી - 7, છોટા ઉદેપુર - 6, દેવભૂમિ દ્વારકા - 6, બોટાદ - 3, નવસારી - 3, વલસાડ - 3, પોરબંદર - 2 અને તાપી - 2 કેસ નોંધાયા છે