ગુજરાત પોલીસનો પ્રથમ કિસ્સો - 2 સગાભાઈ IPS અધિકારી - કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન

ગુજરાત પોલીસનો પ્રથમ કિસ્સો - 2 સગાભાઈ IPS અધિકારી - કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન

ગુજરાતના આઇપીએસ કેડરના અધિકારી અને અમદાવાદ રેન્જ તરીકે કાર્યરત કેસરીસિંહ ભાટીનું આજે દુ:ખદ અવસાન થતાં સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી અનુભવાઈ છે, કેસરીસિંહ ભાટીને ફરજ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ નીવડ્તા મૌત થયું છે. આઇપીએસ કેસરીસિંહ ભાટીએ તેમના કાર્યકાળમાં અગાઉ વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશ્નર - ટ્રાફિક અને ક્રાઇમ તરીકે કાર્યરત ફરજ નિભાવી હતી ત્યારે તેમને પોલીસ સેવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પોલીસ મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા.વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનરના ચાર્જ પહેલા તેઓ કોસ્ટલ સિક્યૉરીટી અને ઇન્ટેલિજન્સ ઉપરાંત હુમન રાઈટ્સના આઇજી ફરજ બજાવતા હતા 5 વર્ષ બાદ તેમને બરોડાના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુક્યાં હતા ત્યારે તેમના મોટા ભાઈ સિધ્ધરાજસિંહ ભાટી સુરતના સેક્ટર - 1 તરીકે ફરજ બજાવતા હતા આમ ગુજરાત પોલીસનો પ્રથમ કિસ્સો છે કે બે સગાભાઈ આઇપીએસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોઈ આમ એક ભાઈ સુરતમ અને બીજા ભાઈ વડોદરામાં ટ્રાફિક અને ક્રાઇમનો વહીવટ સાંભળતા હતા.
ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટી માટે હ્રદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો અને તેમનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થયું હતું આમ અચાનક IG ઓફિસરની વિદાયથી પોલીસ વર્તુળોમાં ગમગીનીનો માહોલ છવાયો છે.