ચલથાણ : નવ લાખ મેટ્રિક ટન કરતાં વધું શેરડીનું પીલાણ

દક્ષિણ ગુજરાતની મોટાભાગની તમામ સુગર મીલોમાં ચાલું વર્ષ દરમિયાન મજૂરોની અછત સર્જાવા પામી હતીં તેમ છતાં લગભગ તમામ સુગર મીલોમાં પીલાણ સિઝન પૂર્ણ થવાં આવી છે ત્યારે ચલથાણ સુગર ફેક્ટરી દ્વારા ચાલું વર્ષ કોરોના કહેર વચ્ચે પણ રેકોર્ડ બ્રેક નવ લાખ મેટ્રિક ટન  કરતાં વધું શેરડી નું પીલાણ થવાં પામ્યું હતું.
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મીલોમાં કોરોના ની ઈફેક્ટ વર્તાવા પામી છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કોરોના મહામારી ને કારણે ખેડૂત સભાસદો ને શેરડીનાં ટન દીઠ ભાવો પણ ઓછાં મળવા પામ્યાં હતાં રાજ્યમાં આવેલી સુગર મીલો દ્વારા મહ્ત્તમ ખાંડનું  ઉત્પાદન દ્વારા રાજ્યને આર્થિક સહાય રૂપ બની રહે છે જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મીલો મહત્વની ભૂમિકા પૂરી પાડે છે જોકે બીજી તરફ ચાલુ વર્ષ દરમિયાન દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર મીલોમાં મજૂરોની અછત સર્જાવા પામી હતી તેમ છતાં યેન કેન પ્રકારે સુગર મીલ સંચાલકો દ્વારા પીલાણ ચાલુ રાખવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતની મોટાભાગની સુગર મીલોમાં શેરડી કાપવા માટે મજુરો છેક ગુજરાતનાં ડાંગ,મહારાષ્ટ્રનાં જલગાંવ, માલેગાંવ, ધુલિયા તેમજ મધ્ય પ્રદેશ ના આદિવાસી વિસ્તારોમાંથી આવે છે જેઓ શેરડી કટીંગ નું કાર્ય પૂર્ણ થતાં નાચતે ગાજતે પોતાનાં વતન તરફની વાત પકડી હતીં.     
દક્ષિણ ગુજરાતની ગણના પાત્ર સુગર મીલોમાં નામ ધરાવતી ચલથાણ સુગર ફેક્ટરી દ્વારા કોરોના મહામારી વચ્ચે લગભગ ૯ લાખ ૭૭ હજાર મેટ્રિક ટન કરતાં વધું શેરડી નું પીલાણ કર્યું હતું કોરોના મહામારી વચ્ચે ચલથાણ સુગર ફેક્ટરી ના ચેરમેનશ્રી કેતનભાઇ પટેલ તેમજ તેમની ડીરેક્ટર બોડી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો ને કારણે આ સક્ય બન્યું હતું જે ચલથાણ સુગર ફેક્ટરી ના સુદ્દઢ વહીવટી તંત્ર નો એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.