ઝારખંડમાં કમળ મુરજાયું

ઝારખંડમાં કમળ મુરજાયું

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આંચકારૂપ છે. અત્યારસુધીના મળેલા ટ્રેન્ડ અનુસાર કોંગ્રેસ - જેએમએમ ગઠબંધનને બહુમતી મળી ગઇ છે અને હેમંત સોરેન મુખ્યમંત્રી બનશે નક્કી થયું છે આ સાથે વધુ એક રાજય ભાજપના હાથમાંથી જઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે મળેલા ટ્રેન્ડ મુજબ કુલ 81 બેઠકોમાંથી જેએમએમ - કોંગ્રેસ 42 બેઠક પર આગળ છે જયારે ભાજપ 28, આજશુ 3, જેવીએમ 3 અને અન્ય 5 બેઠક પર આગળ છે. બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે. જો કે હજુ સુધી કોઇપણ સીટના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.
પરિણામ આવતા પહેલા જ રાજધાની રાંચીમાં હેમંત સોરેન સરકારના પોસ્ટર લાગી ગયા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે. ઝારખંડ કી પુકાર હે ગઠબંધન કી સરકાર હે, હેમંત અબકી બાર હે'
જણાવી દઇને કે હેમંત સોરેન જેએમએમ નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર છે. આ પહેલા તા 20 ડિસેમ્બરે પાંચમાં અંતિમ તબક્કાનું મતદાન ખતમ થયા બાદ હેમંત સોરેને પોતાની જીતનો દાવો કર્યો હતો. કહ્યું હતું કે મહાગઠબંધનની જીત થશે અને ભાજપને કારમી હાર મળશે. હેમંત આ વખતે બે સીટો પરથી ચૂંટણી મેદાનમાં છે. તે દુમકા અને બરહેટ સીટમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2014 ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ બંને સીટો પર ચૂંટણી લડી હતી. એ વખતે તેમણે બરહેટ સીટથી જીત મળી હતી. વળી દુમકા સીટથી તેમને ભાજપ માટે લુઇસ મરાંડીથી હાર મળી હતી. વર્તમાનમાં રાજયમાં ભાજપની સરકાર છે અને રઘુવર દાસ રાજયના મુખ્યમંત્રી છે. તે પહેલા મુખ્યમંત્રી છે જેમણે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. વર્તમાન વિધાનસભામાં ભાજપની પાસે 44 સીટો છે. બહુમતનો આંકડો મેળવવા માટે કોઇને પણ 41 સીટોની જરૂર છે. હેમંત સોરેન બરહેટ અને દુમકા બંને બેઠક પરથી આગળ છે. જયારે મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર (પૂર્વ)થી આગળ છે.