ડભોઇ : સ્થાનીક સ્વરાજની ચૂંટણી અંતર્ગ નગરપાલીકાની બેઠકો માટે મતદાન

ડભોઇ તાલુકાની સ્થાનીક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયાત ની 4 બેઠક તાલુકા પંચાયત ની 20 અને નગર પાલીકા ની 36 બેઠકો માટે આજે વહેલી સવાર થી ભારે ઉત્સાહ સાથે મતદાન શરૂ થયું હતું બપોર સુધી 50% જેટલું મતદાન મતદારો એ કર્યું હતું. ત્યારે કેટલીક જગ્યા એ મશીન ખોટકાવના બનાવો બન્યા હતા. મતદાન ના ઉત્સાહ માં કેટલાક લગ્ન કરવા જતાં નવયુગલ્લો એ મતદાન કર્યું હતું તો પંથક માં 90 થી 95 વર્ષ ના વૃધ્ધો એ પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.
ડભોઇ પંથક માં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ ને લઈ ભારે રસાકસી જેવો માહોલ વહેલી સવાર થી શાંતિ પૂર્ણ વાતાવરણ માં મતદાન નો પ્રારંભ થયો હતો ડભોઇ નગર પાલીકાના 50 બૂથ ઉપર અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત ના 146 બુથો ઉપર મતદારો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તો કેટલીક જગ્યા એ લગ્ન કરવા જતાં નવયુગલો એ મતદાન કર્યું હતું તો તાલુકા અને નગર પાલીકા માં આશરે 20 ઉપરાંત 90 થી 95 વર્ષ ના વૃધ્ધો એ મતદાન પોતાના પસંદના ઉમેદવાર ને જિતાડવા માટે કર્યું હતું. ચૂંટણીના આ મહાપર્વમાં ડભોઇ ખાતે મોટી સંખ્યામાં મતદરો એ મત આપતા બપોરે 1 વાગ્યા સુધી જિલ્લા પંચાયત ની 4 બેઠકો માટે કુલ 25.05%, તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 44.53% અને નગર પાલીકા ની 36 બેઠકો માટે 37.68% મતદાન થયું હતું ગત સ્થાનીક સ્વરાજની ચૂંટણી કરતાં ચાલુ સાલ મતદારો ભારે ઉત્સાહ માં હોય મતદાન વધુ માં વધુ થવાની સંભાવના છે. તો કેટલાક રાજકીય પક્ષો ના આગેવાન જેમાં ભાજપ પક્ષ ના શશિકાંતભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, પરિવાર સાથે મતદાન કર્યું હતું તો કોગ્રેસ પાસ ના મુળી એવા પૂર્વધારાસભ્ય સિધ્ધાર્થ ભાઈ પટેલ પણ તેમના ધર્મપત્ની વિરાજબેન સાથે નીલકંઠ પાર્ક સ્વામીનારાયણ મંદિર ખાતે મતદાન કરી મતદારો ને મત આપવા અપીલ કરી હતી. તો ડભોઇ તાલુકા અને નગર પાલીકાના કેટલાક બુઠો ઉપર મશીન ખોટકાયા હતા જે સમયાંતરે સજા કરી મતદાન પુનઃ શરૂ કરાયું હતું. તો તંત્ર દ્વારા કોરોના મહામારી ને પગલે ખાસ ધ્યાન રાખી સોસિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર, અને હાથ માં ગ્લવસ પહેરાવી મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે સંવેદન સીલ વિસ્તારોમાં પોલીસ નો ચાપ્તો બંદોબસ્ત રહ્યો હતો.