થરાદ : શંકાસ્પદ દવાના જથ્થા સાથે ભાચરના બે શખ્સો ઝડપાયા

થરાદના આઈ.પી.એસ પુજા યાદવ અને કર્મચારીઓ નર્મદા મુખ્ય કેનાલ થરાદના ચુડમેર પુલ ખાતે વાહનચેકીગની કામગીરીમાં હતા. તે દરમિયાન થરાદ બાજુથી GJ08CE 9456 નંબરના મોટર સાયકલ ઉપર બે યુવકો દિપકભાઇ જીવાભાઇ દરજી ઉ.૨૦ તથા અનિલભાઇ વજાભાઇ પટેલ ઉ.૨૭ બંન્ને રહે.ભાચર તા.થરાદના બાઇકને લગાવેલ થેલામાં તપાસ કરતાં અલપ્રાઝોલમ નામની દવાનો ૪૦૦ સ્રીધરપનો જથ્થો મળી આવ્યો હતો.જે દવાના જથ્થા કયાંથી લાવેલ અને કયાં આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતાં શાંતીભાઇ સાંચોર ગઇકાલ સાંજના છવાગે સાંચોર ચાર રસ્તા થરાદ પાસે આવી આપી ગયેલ અને જે દવાનો ઉપયોગ પોતાના ઘરવપરાશ માટે લાવેલ હતો તેવું જણાવ્યું હતું. પોલીસે મોટર સાયકલમાં ગે.કા.અને વગર પાસપરમીટે પ્રતિબંધિત માદક દવાની ગોળીઓની (દસ બોકસ) કુલ ૪૦૦ સ્ટ્રીપ કિમત રૂપિયા ૧૪,૪૦૦ તેમજ મોટર સાયકલ કિ.રૂા ૫૦,૦૦૦ તથા બે મોબાઇલ કિ.રૂા.૩૫૦૦૦ મળી કુલ કિ.રૂા ૯૯,૪૦૦નો જથ્થો કબજે લીધો હતો. તેમજ તમામ સામે એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.