બેરોજગાર યુવકના આકરા સવાલોએ ગુજરાત ભાજપના ઉમેદવાર અને મંત્રીનો પરસેવો પાડી દીધો

બેરોજગાર યુવકના આકરા સવાલોએ ગુજરાત ભાજપના ઉમેદવાર અને મંત્રીનો પરસેવો પાડી દીધો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર ફુટવાનો આક્રોષ વ્યક્ત કરતા યુવકે ધરી ખાતે પેટાચૂંટણી પ્રચાર અર્થે આવેલા ભાજપ ઉમેદરવા જે વી કાકડીયાને કહ્યું અમારે પણ આગળ વધવું છે અને અમારે પણ ભવિષ્ય બનાવવું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકે કહ્યું કે ખેડૂત ખેતી કરે એમ અમે ભણીએ છીએ. માત્ર સારી સારી વાતો કરીને ભાષણ પુરુ કરતા ભાજપના નેતાને યુવકનો સીધો સવાલ પૂછતા લોકોમાં ફફડાટ થઈ ગયા હતા
ભાજપના ધારી સીટના ઉમેદવાર જે.વી.કાકડિયા છે અને તેઓ હાલ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ધરી ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં સ્ટેજ પર પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પણ હાજર હતા. યુવકે જે વી કાકડિયાને સવાલ કરતા તેમણે મંત્રી જયેશ રાદડિયાને જવાબ આપવા કહ્યું હતું। યુવકે નેતાને પૂછેલા સવાલનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. આ વીડિયોમાં યુવકે ભાજપના નેતાને પૂછ્યું હતું કે
સ્પર્ધાત્મક પરીક્ષાનું બધું સારું ક્યારે થશે ?
દર વખતે પેપર કેમ ફુટે છે ?
અમારે પણ ભવિષ્ય સુરક્ષિત કરવું છે
શું નેતાઓ પેપર ફુટવાની ઘટના રોકી શકશે ?
ભાષણ પુરુ કરતા પહેલા જવાબ આપો નેતા।
આમ ધારીમાં સભા કરતા નેતાઓને બેરોજગાર યુવકે આકરા સવાલ પૂછ્યા હતા. અને ભાષણ પુરુ કરતા પહેલા ધારીના ઉમેદવાર જે વી કાકડિયાને યુવકે અટકાવતા કહ્યું, ભાષણ પુરુ કરતા પહેલા રોજગારી વિશે સ્પષ્ટતા કરો.