ભાભર : આનંદ પ્રકાશ બાપુની ૧૦૩ મી જન્મ જયંતીની ઉજવણી

ભાભર ખાતે આનંદ પ્રકાશ બાપુ ની ૧૦૩ મી જન્મ જયંતી મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત શ્રી આનંદ પ્રકાશ બાપુ ની જન્મ જયંતી મહોત્સવ આનંદ પ્રકાશ છાત્રાલય ખાતે ઉજવાયો હતો જેમાં પાંચ પરગણા બ્રાહ્મ સમાજ અને યુવા મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આનંદ પ્રકાશ છાત્રાલય થી બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર પરિક્રમા કરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, સમાજના આગેવાનો, નગરજનો સહિત સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા યુવાનો શોભાયાત્રામાં બેન્ડના તાલે ઝુમી ઉઠ્યા હતા શોભાયાત્રા નું ભાભર નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.ત્યારબાદ શોભાયાત્રા નિજ છાત્રાલયે પરત ફરેલ જ્યાં પ્રાસંગિક પ્રવચન સમાજના આગેવાનો અને સંતો દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ ભોજન પ્રસાદનો લાભ ઉપસ્થિત ભાવિક ભકતજનો એ લીધો હતો.