ભાભર : વોર્ડ નં.1 લુદરિયા વાસમા મતદાન દરમ્યાન હોબાળો

ભાભર નગરપાલિકા ની મતદાન સમયે જ લુદરિયા વાસ નજીક ભાજપ ના સિમ્બોલ વાળું ડેમો એવીએમ મશીન ઝડપાતા ચકચાર મળતી માહિતી મુજબ કોંગ્રેસ ના કાર્યકરો દ્રારા ડુપ્લીકેટ ઍવીએમ ઝડપ્યું છે આ સમગ્ર મામલે વાવ થરાદ અને દિયોદર ના ધારાસભ્ય ચૂંટણીપંચ માં રજુઆત કરશે ભાજપ શહેર પ્રમુખ ની નજર સામે ડમી ઍવીએમ પકડાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે જો કે આ મામલે ધારાસભ્યએ ભાભર પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર બાબતે સમજાવતા આ મામલો થાળે પાડ્યો હતો ત્યારે જોવાનું એ રહ્યું કે ધારાસભ્ય ની રજુઆત પછી ચૂંટણીપંચ સુ પગલાં લે છે