ભાભર : વોર્ડ નં 3 ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો

ભાભર નગરપાલિકાના વોર્ડ નં 3 ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો. જેને લઇ રાજકીય માહોલ ગરમાયો.
ભાભર જુના વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકરો અપક્ષ ઉમેદવાર સાથે ભાજપ માં જોડાતા રાજકીય વાતવરણ માં પલટો આવવાનાં એધાન પાલિકા ના વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવારોને અપક્ષ ઉમેદવારે પોતાના 200 સમર્થકો સાથે ટેકો જાહેર કરતા ભાજપ શહેર પ્રમુખ અમરતભાઈ માળી દ્વારા ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા અપક્ષ ઉમેદવાર રાઠોડ વિક્રમસિંહ નાનુભા પોતાના 200 કાર્યકરો સાથે ભાજપમાં એન્ટ્રી કરતા રાજકારણ ગરમાયુ છે પોતાનુ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાતા ભાજપ માં ખુશી ની લહેર છવાઈ ગઈ છે જો કે આજે છે ઉમેદવારી પરત ખેચવાનો છેલ્લો દિવસ અને એ જ દિવસે અપક્ષ ઉમેદવાર એ ભાજપ ને સ્પોટ કરતા ભાજપ માટે સારા સંકેત સામે આવ્યા