ભારત ઉપર કટોકટીનું સંકટ

ભારત ઉપર કટોકટીનું સંકટ

ભારતમાં બીજી કટોકટીનો ખતરો મંડરાય રહ્યો છે. વ્યાપાર જગતના અંગ્રેજી અખબારે આ ચેતવણી આપી છે.
સંસદના બંને ગૃહોમાં સીએબી પાસ થવા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ કાયદો બની ચુકેલ નાગરીકતા સંશોધન કાનુન, 2019 ઉપર પણ અખબારે સંપાદકીય ટીપ્પણી કરી છે. અખબારે આવા કાયદા વિરૂધ્ધ પ્રદર્શન કરી રહેલ લોકો વિરૂધ્ધ કાર્યવાહીને પ્રદર્શનકારીઓ વિરૂધ્ધ દમનકારી રણનીતિ જણાવી છે.
અત્રે નોંધનીય છે કે 'ધ ગાર્જીયન' ની વિપરિત ફાયનાન્સિયલ ટાઈમ્સ ભારતમાં પોતાના રિપોર્ટીંગને લઇને વધુ સંયમ દાખવતું રહ્યું છે. આનાથી ઉલ્ટુ ગાર્જિયન ભારતમાં ચાલી રહેલ દરેક ચીજ અંગે એક વામપંથી વિચાર રાખે છે. અખબાર શરૂઆતથી જ મોદી સરકારનું ટીકાદાર રહ્યું છે. ફાયનાન્સિયલ ટાઇમ્સ લખે છે કે આ વર્ષે એક રેલીમાં પીએમ મોદીએ નયા ભારત કે ન્યુ ઇન્ડીયા બનાવવાની વાત કરી છે. જો કે ઘણા નાગરિકોએ બાબતથી ચિંતિત છે કે આ નવું ભારત કઇ દિશામાં જાય છે. મુસ્લિમો વિરૂધ્ધ ભેદભાવ કરનાર સંશોધિત નાગરીકતા કાનુન વિરૂધ્ધ દેશભરમાં વિરોધ ફેલાઇ ગયો છે.
ઇન્દીરા ગાંધીએ લગભગ 35 વર્ષ પહેલા જે માર્ગે ચાલી કટોકટીની જાહેરાત કરી હતી. તે જ રસ્તે સરકારની પ્રતિક્રિયા ગુંજે છે. અખબાર લખે છે કે દેશવ્યાપી દેખાવો દર્શાવે છે કે ભારતીય નાગરિક ધર્મનિરપેક્ષતાને લઇને ચિંતિત રહે છે આમ છતાં ભાજપે તેને બદનામ કરવાના પ્રયાસો કર્યા છે. નાગરિકતા કાનુન બસ હિંદુ રાષ્ટ્રનું પ્રદર્શન છે.