વિસાવદર : લીમધ્રા ગામે લગ્ન સમારંભમાં ૫૦૦થી ૭૦૦ જેટલા લોકો એકઠા થયા

જાન લીલા તોરણે પાછી ફરી હોય તે કહેવત સાર્થક થતી હોય તેમ વિસાવદર ના લીમધ્રા ગામે લગ્ન સમારંભમાં ૫૦૦થી ૭૦૦ જેટલા લોકોને એકઠા કરવામાં આવતા પોલીસ સુધી આ મામલો પહોંચતાં પોલીસે લગ્નમાં દરોડો પાડતા લગ્ન પડતાં મુકી વરરાજા સહિત આયોજકોએ પોલીસ સ્ટેશનની હવા ખાવા લાગ્યા છે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા લીમધ્રા ગામે લગ્ન સમારંભ હતો પરંતુ સરકાર ની ગાઈડલાઈન મુજબ લગ્નમાં ૫૦થી વધુ વ્યક્તિઓએ એકઠા ન થવાનો નિયમ હોવા છતાં 500/700 લોકો એકઠા કરવામાં આવ્યા અને આ બનાવ અંગે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને કોઈ વ્યક્તિએ ફોન કરી જાણકારી આપી જેથી કંટ્રોલરૂમ દ્વારા વિસાવદર પોલીસ ને ઘટનાં સ્થળે લીમધ્રા ગામે મોકલવામાં આવતા વિસાવદર પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ગયો ત્યાં લગ્ન સમારંભમાં થી લોકો ભાગવા લાગ્યા હતા અને પોલીસે વરરાજા, કન્યાના પિતા, વરરાજા ના ભાઈ, વિડિયો શૂટર, રસોઈ કરનાર કંદોઈ, મંડપ સર્વિસ વાળા સહિત કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કરી વરરાજાની ગાડી અને આઠે આઠ લોકોને લગ્નની વિધિ બાજુ પર મુકાવી જેલની હવા ખાતા કરી દીધા છે