સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના વિકાસના મુદ્દાઓ બાજુમાં - પાટીલની રેલીમાં કેન્દ્ર સરકારના ગુણગાન

સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના વિકાસના મુદ્દાઓ બાજુમાં - પાટીલની રેલીમાં કેન્દ્ર સરકારના ગુણગાન

રવિવારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોઈ આજથી રાજયની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે 5 વાગ્યેથી શાંત થઈ ગયા છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. અમદાવાદમાં 48 વોર્ડમાં 192 સીટ માટે અંદાજિત 46 લાખ અને સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે એન્ડજીત 32 લાખ જેટલા મતદારો મતદાન કરશે. આજે સાંજથી સોશિયલ મિડિયા અને ખાનગી બેઠકો દ્રારા ઉમેદવારો અને કાર્યકરો મતદારોને રીઝવવાના પ્રયાસો કરશે. આજના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ પક્ષે વિવિધ મહાનગરોમાં મહારેલીનું આયોજન કર્યું હતું તો સાથે ભાજપ - કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાના વોર્ડમાં મહારેલી કાઢી હતી. છેલ્લા કેટલાય દિવસથી વિવિધ સંમેલનો, રેલી, તેમજ ડોર ટુ ડોર સંપર્કના અવિરત અભિયાનનો દ્રારા મતદારોને રીઝવવના પ્રયાસો થઇ રહ્યાં છે. આજે આ તમામ ચૂંટણી પ્રચારના માધ્યમોનો અંતિમ દિવસ હતો જે બાદ હવે તમામ કાર્યકરો અને ઉમેદવારો સોસીયલ મિડિયાથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જેમાં પક્ષો પોતાના સંકલપત્રોથી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે જયારે ઘણા કાર્યકરો એક બીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો કરી પોતાના પક્ષની કાર્યશૈલીના ગુણગાન ગાશે.
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસનમાં રહેલી ભાજપ માટે 6 મહાનગર જીતવી પ્રતિષ્ઠાના જંગ સમાન બની છે ત્યારે ભાજપ માટે આ તમામ બેઠકો જીતવી જરૂરી છે જેને લઇ છેલ્લી ઘડીનું જોર લગાવી રહી છે. ભાજપ શરૂઆતના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના વિકાસની વાત કરટી હતી પરંતુ હાલમાં થઇ રહેલા પેટ્રોલના ભાવ વધારા - ગેસ સિલિન્ડરનો ભાવ વધારો - મોંઘવારી અને ભાજપના વીઆઈપી ક્લચરથી મતદાર ત્રાહિમામ પોકારી ગયો હોઈ અને મતદાર ભાજપથી સુર જતો દેખાતા આખરે ભાજપે કેન્દ્ર સરકારના ગુણગાન ગાવાના શરુ કરવા પડ્યા હતા જેને લઇ ભાજપે અંતિમ ચૂંટણી રેલીઓમાં કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે રામ મંદિર - કલમ 370 - સીએએ કાયદો અને એક દેશ એક સવિધાનનો પ્રચાર પૂર જોશમાં શરુ કરી મતદારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બદલે કેન્દ્ર સરકારની કામગીરી અને તેની યોજનાઓનો પ્રચાર કેટલે અંશે મતદારોને પોતાની તરફ આકર્ષી શકે છે. ભાજપનો આ પ્રયાસ કેટલે અંશે સફળ થાય છે તે તો ચૂંટણી પરિણામો જ બતાવશે.
સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, NCP મુખ્ય છે જયારે અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી, જનતાદળ સેક્યુલર અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઓવૈસીની ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન સહિતના અપક્ષ ઉમેદવારોએ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.