સુરતનું આરોગ્ય તંત્ર ભાંગી શકે છે - ઘરમાં રહો - 90 ટકા દર્દીઓ ઓક્સિજન વાળા

સુરતનું આરોગ્ય તંત્ર ભાંગી શકે છે - ઘરમાં રહો - 90 ટકા દર્દીઓ ઓક્સિજન વાળા

સમગ્ર દેશમાં કોરોને ફરી માથું ઉચક્યું છે ત્યારે ગુજરાતમાં પણ અતિ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસ અને મૃત્યુદરને પગલે કેન્દ્રીય ટીમ દોડી આવી છે ત્યારે તેમણે સુરત કલેકટર, પોલીસ કમિશનર  અને પાલિકા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરતા કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં કન્ટેન્મેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગ કેવી રીતે થાય છે એનો તાગ મેળવ્યો હતો અને બપોર બાદ વેસુના કન્ટેન્મેન્ટ ઝોન, હોમ આઈસોલેશન, રાંદેરની શેલ્બી હોસ્પિટલ, અઠવાની મિશન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેટલાક માઈક્રો કન્ટેન્મેન્ટ કરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં બરાબર કામગીરી થઈ રહી છે કે નહીં તેની તપાસ કરી હતી. ત્યાર બાદ ટીમે વેકસિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનની કામગીરી પર ભાર આપવા સૂચના આપી હતી.


collector
સુરત આવી પહોંચેલી કેન્દ્રીય ટીમ સાથેની મીટિંગ બાદ સુરત કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં જુલાઇ કરતાં હાલમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. રોજના 200 થી 250 જેટલા દર્દી દાખલ થાય છે જેમાં 90 ટકા દર્દીઓ  ઓક્સિજનની જરૂરિયાતવાળા જ હોય છે. જેથી જરૂરી કામ ન હોય તો લોકો ઘરમાં જ રહે તેવી અપીલ કરી હતી. કોરોના કેસ વધી રહ્યા છે તેની સામે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાય રહ્યો છે પરંતુ કેસની સંખ્યા જે ઝડપી ગતિએ વધી રહી છે તેની સામે આગામી દિવસોમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબો સમય ટકી શકે તેમ નથી જેથી આપણે પોતે જ પોતાની મદદ કરી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળીએ. કિડની હોસ્પિટલમાં 800 બેડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે જે એકાદ-બે દિવસમાં શરૂ કરાશે. હાલના સમયે દર્દીઓની સ્થિતિ પણ ગંભીર બની છે. દિલ્હીથી આવેલી ટીમે આરટીપીસીઆર, રેપિડ, વેક્સિનેશન કેવી રીતે કરવામાં આવે છે જેની માહિતી લીધી હતી.
સુરતમાં વધતા કોરોના કેસો વચ્ચે ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાય છે તેમજ તેની કાળાબજારી પણ થઇ રહી છે જેને લઇ કેલક્ટરે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોએ જાતે સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનાં ઇન્જેક્શન લેવા જવાનું રહેશે. કોઇપણ દર્દીના સગાએ ઇન્જેક્શન લેવા જવાની જરૂરિયાત નથી. જોકે કલેક્ટરની જાહેરાત પહેલાં જ સિવિલ હોસ્પિટલમાં લોકો ઇન્જેક્શન લેવા કતારમાં ઊભા જોવા મળ્યા હતા. બીજી તરફ કલેક્ટરે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીના સગાને ઇન્જેક્શન લેવા મોકલશે તો તે હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેક ખાનગી હોસ્પિટલે જોઇતા પ્રમાણમાં ઇન્જેક્શનની માગણી કરવાની રહેશે અને એ મુજબ જ જથ્થો આપવામાં આવશે.


oxijan
સુરત સિવિલમાં દાખલ થતાં પહેલાં દર્દીઓએ મધરાતે સ્ટ્રેચર પર જ ઓક્સિજન લેવો પડ્યો તેવી સ્થતિનું નિર્માણ થયું છે. ધારાસભ્ય હર્ષ સંઘવી ગુરુવારે રાત્રે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તે સમયે જ હોસ્પિટલમાં દાખલ થવા આવેલા દર્દીને બેડ મળ્યો ન હતો. બેડ ખાલી થવાની રાહમાં દર્દીને સ્ટ્રેચર પર જ હોસ્પિટલ બહાર ઓક્સિજન આપવાની ફરજ પડી હતી.


harsh


તો અન્ય એક કેસમાં કમળાબેન ગોહિલ નામની વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સ બપોરે 2 વાગ્યે લઈને આવી હતી ત્યારે 108 એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજન બોટલ સાથે વૃદ્ધાને ઉતારવામાં આવી હતી. વૃદ્ધા સ્ટ્રેચર પર હતી અને તેના દીકરા સાથે વાત કરવા પ્રયાસ કરી રહી હતી. દીકરાનો હાથ પકડી કહ્યું હતું કે મારી ચિંતા ન કરતો તારો ખ્યાલ રાખજે. હોસ્પિટલ બહાર સ્ટાફની રાહ જોઈ રહેલા વૃદ્ધા ભર ગરમીમાં આંખો ખોલી શકે એમ ન હોવાથી હોસ્પિટલની ફાઈલ ધરીને વૃદ્ધાના ચહેરા પર છાંયડો કરવામાં આવ્યો હતો. સ્વજને અડધો કલાક વૃદ્ધાને છાંયડો આપવો પડ્યો હતો.


chhaydo
સુરત પાલિકાએ બેડની અછત ઊભી નહીં થાય તે માટે તૈયારી હાથ ધરી દીધી છે. જેને લઇ અગાઉ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં વધારો કરતાં હવે કુલ 80 હોસ્પિટલોને માન્યતા આપવામાં આવી છે. સુરત પાલિકા દ્રારા પ્રાઇવેટ હોસ્પિટલમો 50 ટકા રિઝર્વં બેડોના એમઓયુ કરતા પાલિકા માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 3380 થઈ છે.