સુરતનું પાલિકા તંત્ર ઓક્સિજન ઉપર - બંધ સ્મશાનો અને કબ્રસ્તાનમાં કબરો શરુ કરી - ખાનગી 1100 હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ કરવાની તૈયારી

સુરતનું પાલિકા તંત્ર ઓક્સિજન ઉપર - બંધ સ્મશાનો અને કબ્રસ્તાનમાં કબરો શરુ કરી - ખાનગી 1100 હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ કરવાની તૈયારી

સુરત શહેરમાં કોરોના પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે છતાં પાલિકાનો દાવો છે કે હાલમાં પોઝિટિવિટી રેટ 6 થી 8 ટકા છે પરંતુ ઉચ્ચ અધિકારીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પોઝિટિવિટી રેટ 25 ટકા છે જેનો અર્થ એ થાય છે કે દર 100 વ્યકિતએ 5 મી વ્યકિત કોરોના ગ્રસ્ત છે. રોજ સુરત શહેરમાં કોરોનાના કેસો નવો રેકોર્ડ બનાવી રહ્યા છે તો સાથે વધતા દર્દીઓમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી ચોપડે માત્ર સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના આંકડા જ જાહેર કરવામાં આવે છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં રોજના કેટલા લોકોનાં મૃત્યુ થયા છે એનો કોઈ આંકડો જાહેર કરવામાં આવતો નથી. જેથી સ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં રોજના 50 થી વધુ લોકો અને સ્મિમેર હોસ્પિટલમાં 30 થી વધુ લોકોનાં મૃત્યુ થાય છે. સ્મશાનગૃહોમાં પણ કોવિડ પ્રોટોકોલથી જે અંતિમવિધિ કરવામાં આવે છે એની સંખ્યા 100થી વધુ હોય છે પરંતુ નોન-કોવિડ હોય તેવા લોકોની પણ સ્મશાનમાં કતારો લાગતી હોવાનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે.


smsan
ડોકટરોના કહેવા મુજબ જે લોકો ટેસ્ટ કરાવતા નથી અથવા તો ઘરે રહીને સારવાર લે છે તેવા લોકોનાં મૃત્યુ પણ વધી રહ્યાં છે તેમની અંતિવિધિ માટે સ્વજનો પણ સ્માશાને જતાં હોય છે જેને કારણે સંક્રમણ સૌથી વધુ ફેલાઈ રહ્યું છે જેને લઇ જો આ સ્થિતિ આગામી દિવસોમાં પણ નહીં સુધરે તો સુરતમાં કેસ અને મૃત્યુનો આંક હાલમાં જે છે એના કરતાં પણ અનેક ગણો વધી શકવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ અંતિમવિધિ માટે 14 કલાક વેઈટિંગ છે અને મંગળવારે વધુ બે સ્મશાન ચાલુ કરાયાં છે. શહેરનાં મુખ્ય 3 સ્મશાનોમાં રોજના સરેરાશ 100 મૃતદેહોના અંતિમ સંસ્કાર કોવિડ અને નોન કોવિડ પ્રોટોકોલથી કરવામાં આવે છે. એકસાથે મૃતદેહોની સંખ્યા વધી જતા અંતિમ સંસ્કાર માટે 12 થી 14 કલાકનું વેઈટિંગ ચાલુ છે અને જે માટે ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી છે.


smsna
સુરતના ઉમરા સ્મશાનગૃહમાં પાછળની ખાલી પડેલી જગ્યામાં ખુલ્લી ચિતાઓને અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ અહીં 50 જેટલા મૃતદેહોની અંતિમવિધિ બપોરે 3 જ કલાકમાં કરવામાં આવી હતી. બીજી તરફ લિંબાયતમાં આવેલા મુકિતધામ સ્મશાનગૃહ અને બુડિયાગામમાં આવેલા સ્મશાનગૃહ જે બંધ કરી દેવામાં આવ્યાં હતાં એ ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે. સુરત શહેરની ભીષણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ કવાયત હાથધરી છે.


kabar


સુરતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે સ્મશાનમાં મૃતકોનું વેઇટિંગ તો છે જ ત્યારે કબ્રસ્તાનમાં પણ સતત મૃતકોની દફન વિધિ ચાલી રહી છે.જેને લઇ કબ્રસ્તાનમાં કબરો મજૂરો દ્વારા ખોદવામાં આવી રહી છે જ્યાં પણ એટલી હદે મૃતકો આવી રહ્યા છે કે મજૂરો કબરો ખોદીને થાકી જાય છે. જેથી હવે JCBની મદદથી કબરો ખોદવામાં આવી રહી છે. મૃતકો આવે તે પહેલા જ 30 જેટલી કબરો ખોદીને તૈયાર કરવામાં આવી છે. સામાન્ય દિવસો કરતા કોરોના કાળમાં મૃતદેહોની સંખ્યા 5 ગણી વધારે છે. સુરત શહેરમાં 3 મુખ્ય કબ્રસ્તાન છે. સામાન્ય દિવસોમાં 2 થી 3 મૃતદેહો આવતા હતા જ્યાં હાલ કોરોના કાળમા તેની સંખ્યા વધીને 8 થી 10 થઇ ગઇ છે. એક સાથે જો મૃતદેહ આવશે તો કબર ખોદવા માટે 3 દિવસ જેટલો સમય પસાર થઇ જશે. સામાન્ય રીતે મૃતદેહોને કબરની 6 ફૂટ અંદર દફન કરવામાં આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમિત મૃતદેહને 10 ફૂટ અંદર કબરમાં દફનાવવામાં આવે છે.
સુરત શહેરની નાની મોટી 1100 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ કરવા માટે પાલિકાએ હાલ કવાયત હાથ ધરી છે તો બીજી તરફ શહેરમાં નવા 14 કોમ્યુનિટી સેન્ટર પણ તૈયાર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે નવા કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે તેમાં ગંભીર દર્દીઓને રાખવામાં આવશે નહીં. વધતા કોરોના કેસોમાં જયારે સૌથી વધુ કેસોમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ રહી છે ત્યારે ઓકિસજનની અછતને પહોંચી વળવા વલસાડ, ઝઘડિયા અને હઝીરા ખાતેથી જથ્થો મગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ સરેરાશ 200 મેટ્રિક ટન ઓકિસજનનો વપરાશ થઈ રહ્યો છે. હાલમાં ઓક્સિજનની સાથે ગંભીર દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે આવા દર્દીઓમાં કોરોના સંક્રમણને અટકાવવા અને સંક્રમણની અસરની ગતિને ધીમી કરવા વપરાતા રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મળી રહે એ માટે સુરત પાલિકાએ સરકારને રજૂઆત કરી છે. જેને લઇ પાલિકા દ્રારા દાવો કરાયો છે કે છેલ્લા 2 દિવસમાં 5,177 ઈન્જેકશન ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે.