સુરતના પાલ વિસ્તારમાં યુવક યુવતી સામે નગ્ન થયો - પોલીસે કરી ધરપકડ

સુરતના પાલ વિસ્તારમાં યુવક યુવતી સામે નગ્ન થયો - પોલીસે કરી ધરપકડ

સુરત શહેરના પોષ વિસ્તાર સમાન પાલ વોક-વે ઉપર મોડી સાંજે એક ઘૃણાસ્પદ ઘટના બની હતી. પાલ વોક-વે ખાતે સોમવારે મોડી સાંજે વોકિંગ કરવા નિકળેલી વિદ્યાર્થીની અને તેની બહેનપણી સામે એકાઍક યુવક નગ્ન થઈ ગયો હતો અને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. આ યુવકે પેન્ટ ઉતારી ગુપ્તાંગનો ભાગ હલાવી છેડતી કરતા હેબતાઈ ગયેલી વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી હતી જેથી તેની માતા સહિતના લોકોએ યુવકને પકડી પડ્યો હતો. અને પોલીસના હવાલે કર્યો હતો. સુરતમાં પોલીસની નિષ્ક્રિયતા હોઈ કે પછી અપરાધીઓમાંથી પોલીસનો ડર ગાયબ થઇ ગયો તેમ કોરોના મહામારી બાદ મહિલા શોષણ અને હત્યાના કિસ્સાઓ વધતા જોવા મળ્યા છે. તેમાં પણ મહિલા સાથે છેડતી સહિતના ગુનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક યુવતીના પ્રેમમાં પાગલ યુવાને કલ્પના પણ ન કરી શકીએ તેવી હરકત કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
સુરતના અડાજણ ઍલ.પી.સવાણી રોડ પાસે સી.ઍન.જી પંપની સામે રહેતી અને જહાંગીરપુરા ખાતે આવેલ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની તેની માતા અને બહેનપણી સાથે પાલ વોક-વે ખાતે વોકિંગ કરવા માટે નિકળ્યા હતા જે દરમિયાન અચાનક ઍક યુવક તેમની સામે આવીને ઉભો રહી પેન્ટ કાઢી નગ્ન થઈ ગયો હતો તેમજ ગુપ્તાંગનો ભાગ બતાવી વિકૃત હરકત કરવા લાગ્યો હતો. જેથી ચોંકી ગયેલી વિદ્યાર્થીની અને તેની બહેનપણીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા યુવક ભાગવા જતા લોકોએ તેને પકડી પાડ્યો હતો અને ત્યાં હાજર લોકોએ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી અને યુવકને અટકમાં લીધો હતો. પોલીસે પુછપરછ કરતા યુવકે પોતાનું નામ રીતેશ ઉમેશ મિશ્રા જણાવ્યું હતું. વિદ્યાર્થીનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ રીતેશ મિશ્રા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.