સુરત : અલથાણ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ

સુરતમાં કોરોના બેકાબુ થયો છે ત્યારે ફરી કોવિડ સેન્ટરો બનાવવાની શરૂઆત કરાઈ છે. જેને લઈ અલથાણ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ રહી છે. જે અંતર્ગત 72 કલાકમાં જ 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી કામગીરી શરૂ કરાઈ છે. તો સાંજ સુધીમાં 100 બેડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી.
સુરતમાં કોરોના હાલ બેકાબુ થઈ રહ્યો છે રોજના કોરોના પોઝીટીવ દર્દીઓના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સામે કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ફરી કોમ્યુનિટી હોલ અને વાડીઓમાં કોવિડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અલથાણ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. ધારાસભ્ય હર્ષ સંઘવી એ 200 બેડની હોસ્પિટલ નિર્માણ કામગીરી શરૂ કરી દીધી છે અને 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ જણાવ્યુ હતું તો સાંજ સુધીમાં 100 બેડ તૈયાર કરી દેવાશે તેમ પણ જણાવ્યુ હતું.
અલથાણ કોમ્યુનિટી હોલમાં બુધવારે સાંજથી જ કોરોના પોઝિટીવ દર્દીઓને દાખલ કરવામાં આવશે તેમ પણ જણાવાયુ હતું.