સુરત : એન.એસ.યુ.આઈ. દ્વારા પીપીઈ કીટ પહેરી કુલપતિને આવેદન અપાયું

એન.એસ.યુ.આઈ. દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પીપીઈ કીટ પહેરી કુલપતિ અને આવેદન પત્ર આપી વિદ્યાર્થી હિતમાં આવેદન પત્ર આપી વિવિધ મુદ્દાઓનો નિવેડો લાવવા રજુઆત કરી હતી.
એન.એસ.યુ.આઈ. દ્વારા પીપીઈ કીટ પહેરી યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી કે પ્રથમ અને બીજા વર્ષમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા હાલમાં ઉત્તરવાહીઓના પુનઃ મુલ્યાંકન કરવાનું ચાલુ કરાયું છે જેમાં નવા નિયમોમાંથી નિયમ નંબર 1 મુજબ વિદ્યાર્થી કુલ વિષયમાંથી 50 ટકા વિષયમાં પાસ હોય તેવા જ વિદ્યાર્થીને લાભ આપવો તેમજ નિયમ નંબર બે મુજબ કુલ બે કરતા વધારે વિષયમાં ઉત્તરવાહી પુનઃ મુલ્યાંકન કરવામાં આવશે નહી આ નિયમો દુર કરવા, હાલમાં રીએસેસમેન્ટ ચાલુ કરવાના નામે વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસમાં સેમેસ્ટર 1 અને 3 તથા સેમેસ્ટર 2 અને 4ની યુનિવર્સિટી પરિક્ષા વર્ષમાં બે વાર લેવાના બદલે હવે એક જ વાર લેવાનું નક્કીક કરાયેલ છે તેવા નિયમનને પણ દુર કરવા, હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં યુનિવર્સિટીમાં વહીવટી અને શૈક્ષણિક કર્મચારીઓ તેમજ રોજદાર કર્મચારીઓમાંથી અનેક લોકો હાલમાં કોરોના પોઝીટીવ હોય તેમજ હાલમાં યુનિવર્સિટીના કર્મચારીનું કોરોનાના કારણે મૃત્યુ થયેલ હોય તેવા સંજોગોમાં 33 ટકા અથવા 50 ટકા જ વહીવટી અને શૈક્ષણિક સ્ટાફને બોલાવવામાં આવે, યુનિવર્સિટિ સંલગ્ન તમામ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ફી ઘટાડાનો પરિપત્ર મોકલવા પછી પણ વિદ્યાર્થી પાસેથી પુરેપુરી ફી વસુલતી કોલેજો સામે કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલ ફી ઘટાડાનો લાભ આપવા સહિતની માંગ કરાઈ હતી.
એનએસયુઆઈ દ્વારા કરાયેલી માંગણીઓ અંગે તાત્કાલિક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા પણ અપિલ કરી હતી.