સુરત : કતારગામની મહિલા સાથે ભાગીદારીમાં વેપાર કરી આચરી ઠગાઈ

કતારગામમાં રહેતી મહિલા સાથે ભાગીદારીમાં વેપાર કરી દંપતિએ ભાગીદારી પેઢીના એકાઉન્ટની ચેક બુક મેળવી તેના થકી લાખોની ઉચાપત કરી હોય જેને લઈ પિડીત મહિલાએ સુરત પોલીસ કમિશનર અને કતારગામ પોલીસ મથકે ફરિયાદ કરી છે.
સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચેલી કતારગામ ખાતે રહેતી મહિલા વર્ષાબેન એ જણાવ્યુ હતું કે તેઓએ તેઓ સાથે આરોપીઓ કતારગામ ગજેરા સ્કુલની બાજુમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતી સોના પ્રવિણ પટેલ તેના પતિ પ્રવિણચંદ્ર પટેલ નાએ સાથે ભાગીદારીમાં વેપાર કર્યો હતો. અને પેઢીના બેંક એકાઉન્ટની જવાબદારી પોતાની પાસે રાખી ચેક બુકથી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી.
હાલ તો લાખો રૂપિયાની ઉચાપત કરનાર ઠગ દંપતિ વિરૂદ્ધ મહિલાએ સુરત પોલીસ કમિશનર અને કતારગામ પોલીસને રજુઆત કરી ન્યાયની માંગ કરી છે.