સુરત : કોંગ્રેસ પ્રમુખ પદેથી બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધુ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસી ઉમેદવારોની થયેલી ભુંડી હારની જવાબદારી સ્વીકારી સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધુ છે. અને રાજીનામાની નકલ પ્રદેશ પ્રમુખને મોકલી આપી હતી. તો અગાઉ 1995માં પણ કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી ન હતી.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેજા હેઠળ સત્તા ગ્રહણ કરી રાખી છે જો કે તેની સામે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે જ્યારે આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીતી જતા જાણે સ્કાયલેબ થયુ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની થયેલી હારની જવાબદારી સ્વીકારી પોતાના પદેથી રાજીનામું ધરી દીધુ હતું. વર્ષ 1995માં પણ બાબરી વિધ્વંસના જવરને લીધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ 99માંથી 98 બેઠક જીત્યો હતો અને 1 અપક્ષને મળી હતી.
ઉમેદવારોના નામોની જાહેરાત સમયથી જ કોંગ્રેસમાં વિખવાદ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસની સ્થાનિય સ્વરાજ્યની ચુંટણીમાં થયેલી ભુંડી હારને લઈ કોંગ્રેસી કાર્યકરોનું હાલ તો મોરલ તુટી ગયું છે. અને હવે કોંગ્રેસમાં પરિવર્તની કાર્યકરો માંગ કરી રહ્યા છે.