સુરત : ક્રાઈમ બ્રાન્ચે ગાંજાના લાખોના જથ્થા સાથે બે યુપીવાસીઓને ઝડપી પાડ્યા

સુરતમાં નશીલા પ્રદાર્થો અને તેમાં પણ ગાંજાનો હાલ પુરજોશમાં વેપલો થઈ રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વડોદગામ હરીઓમ નગર સોસાયટી પાસેથી અને સચીન પલસાણા હાઈવે ભાટીયા ટોલટેક્ષથી આગળ ભાટીયા ગામ તરફના રસ્તેથી ગાંજાના લાખોના જથ્થા સાથે બે યુપીવાસીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં નશીલા પ્રદાર્થોનો વેપાર છેલ્લા ઘણા સમયથી પુરજોશમાં ચાલી રહ્યો છે. અને તેમાં પણ ગાંજાનો વેપાર કરનારાઓને જાણે ભખ્ખા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાંડેસરા વડોદગામ હરીઓમ નગર સોસાયટી પાસે તથા સચીન પલસાણા હાઈવે ભાટીયા ટોલટેક્ષથી આગળ ભાટીયા ગામ તરફ જવાના રસ્તેથી મોપેડ અને મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં 211 કિલો એટલે કે 21 લાખ 19 હજારથી વધુની કિંમતના ગાંજાની હેરાફેરી કરનાર બે યુપીવાસીઓ જેમાં મંગલ પ્રેમચંદ તિવારી અને ધનંજય રાજપુત પટેલ ને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી ગાંજા સાથે બોલેરો ગાડી અને એક્સેસ મોપેડ સહિત 26 લાખ 69 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે તેઓ પાસે ગાંજો મંગાવનાર ભોલા નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુરતમાં ઘણા સમયથી નશીલા પ્રદાર્થોનું વેચાણ થઈ રહ્યુ છે. અને તેમાં પણ યુવા ધનને બરબાદ કરતા એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતનું વેચાણ ધમધોકાર ચાલી રહ્યો છે જેને હવે ખરેખર ડામવાની જરૂર છે નહી તો આવનાર સમયમાં આપણી યુવા પેઢી નસેડી બનશે જેમાં કોઈ બે મત નથી.