સુરત કોરોનાના અજગરી ભરડામાં - કચરા ગાડીમાં લાવવા પડ્યા વેન્ટિલેટરો

સુરત કોરોનાના અજગરી ભરડામાં - કચરા ગાડીમાં લાવવા પડ્યા વેન્ટિલેટરો

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની એટલી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે કે સ્મશાન ગૃહો બહાર અગ્નિ સંસ્કાર મારે મૃતદેહોની લાઈનો લાગી છે ત્યારે કોરોના દર્દીઓને લઇ હોસ્પિટલોમાં બેડો ફૂલ થઇ રહ્યા છે તો સાથે જ ઓક્સિજનની જરૂરીયાતમાં પણ એકાએક 10 ગણો વધારો થઇ જતા ઓક્સિજન સપ્લાયરો પાસેથી પણ ઓક્સિજનની જરૂરિયાત કરતા ઓછો સપ્લાય મળી રહ્યો છે જેને લઇ દર્દીઓની હાલત એટલી હદે બગડી રહી છે કે તેમને વેન્ટિલેટરની જરુરિયાત ઉભી થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર સુરત હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યારે લોકોના જીવન માટે જરૂરી એવા સંજીવની સમાન વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારી રાજ્યના આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


ventiletar
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. કરોડોના બજેટ વાળી સુરત મહાનગર પાલિકા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે કચરા ગાડીનું વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે.


ventiletar


સુરત મનપામાં કચરો ઉપાડવા માટે જે ડમ્પરનો ઉપયોગ કરવામા આવે છે તે ડમ્પરનો ઉપયોગ વલસાડથી વેન્ટિલેટર લાવવા માટે કરવામાં આવ્યો હતો. આ ડમ્પરમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ ખુલ્લા સુરત ખાતે રવાના કરવામા આવ્યા હતા.