સુરત : કોવિડ આઈસોલેશન સેન્ટરમાં સંગીત રેલાવ્યુ

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે નન્હે ઉસ્તાદ ભવ્ય દ્વારા દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે કોવિડ આઈસોલેશન સેન્ટરમાં સંગીત રેલાવ્યુ હતું. જેથી નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓ જુમી ઉઠ્યા હતાં.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકો કોરોના ગ્રસ્ત થયા બાદ માનસિક રીતે હતાશ થઈ રહ્યા છે ત્યારે અડાજણના નન્હે ઉસ્તાક ભવ્ય દ્વારા દર્દીઓને માનસિક રીતે શાંત રહેવા માટે અનોખુ કામ કર્યુ હતું. નન્હે ઉસ્તાદ ભવ્યએ આઈસોલેશન સેન્ટરમાં પીપીઈ કીટ પહેરી દર્દીઓને મનોરંજન પુરૂ પાડ્યુ હતું. માત્ર 13 વર્ષના ભવ્યએ નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓને તાલના સુરે ઝુમતા કરી દીધા હતાં. ઓક્ટોપેડ, તબલા અને ઝેમડેના તાલે સંગીત રેલાવી દર્દીઓને નન્હે ઉસ્તાદ ભવ્યએ જુમતા કરી દીધા હતાં.
સુરતમાં કોરોનાના દર્દીઓ માનસિક રીતે હતાશ ન થાય તે માટે કોવિડ હોસ્પિટલ અને આઈસોલેશન સેન્ટરોમાં દર્દીઓ માટે વિવિધ કાર્યક્રમો થકી તેઓને માનસિક રીતે શાંત કરાય છે.