સુરત : દાંડી રોડ પર જીમ માલિકની હત્યા મામલે ત્રણ આરોપીઓ ઝડપાયા

દાંડી રોડ પર જીમ માલિક ની હત્યા અને તેના મિત્ર પર કરાયેલા જીવલેણ હુમલામાં જહાંગીરપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દાંડી રોડ પર બે દિવસ અગાઉ અમરોલીના જીમના માલિક સુનીલ ઐયર અને તેના મિત્ર જીજ્ઞેશ ચૌહાણ પર જીવલેણ હુમલો કરી જીમ માલિક સુનીલ ઐયરની હત્યા કરનાર આરોપીઓ જેમાં ચીંતન ઉર્ફે ચીતલો ગોલ્ડન પટેલ, મીત્તલ કોળી પટેલ અને હિમાંશુ કોળી પટેલને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. તો આ હત્યા મામલે અગાઉ પોલીસે અન્ય આરોપીઓ જેમાં નિખીલ પટેલ, સેમલ ગૌશ્વામી, ધ્રુવકુમાર ઉર્ફે ફેનિલ પટેલ, જીગર પટેલ સહિત તમામ આરોપીઓ મળી 8 આરોપીઓની ધરપકડ કરી તેઓના કોરોના રીપોર્ટ કઢાવ્યા હતાં.