સુરત : પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી

સુરતના જુદાજુદા વિસ્તારોમાંથી જુગાર રમતા જુગારીઓને કાપોદ્રા, મહિધરપુરા અને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.
સુરતમાં પ્રતિબંધ હોવા છતા જુગાર રમનારાઓ જુગાર રમી રહ્યા છે. ત્યારે કાપોદ્રા પોલીસે નાના વરાછા નવ દુર્ગા સોસાયટીના મકાનમાંથી જુગાર રમતી મહિલાઓ સહિત 9 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી 81 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી જ્યારે ઉધના પોલીસે ઉધના એ વન સીટી ઈન્ડસ્ટ્રીઝ સ્વામીનારાયણ મંદિર પાછળથી જુગાર રમતા પાંચ જુગારીઓને 43 હજારથી વધુની મત્તા સાથે અને મહિધરપુરા પોલીસે મહિધપુરા ચાર રસ્તા પાસેથી ફોન પર વરલી મટકાનો જુગાર રમાડનારને ઝડપી પાડી તેની પાસેથી 13 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. આમ કાપોદ્રા, ઉધના અને મહિધરપુરા પોલીસે 15 જુગારીઓને ઝડપી પાડી તેએઓ પાસેથી 1 લાખ 37 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.