સુરત ભગવાન ભરોસે - વેક્સીન નથી - ટેસ્ટિંગ કીટ નથી - હોસ્પિટલમાં બેડ ફૂલ - ઓક્સિજન નથી - વેન્ટિલેટરની અછત

સુરત ભગવાન ભરોસે - વેક્સીન નથી - ટેસ્ટિંગ કીટ નથી - હોસ્પિટલમાં બેડ ફૂલ - ઓક્સિજન નથી - વેન્ટિલેટરની અછત

સુરત શહેરમાં કોરોના સંક્રમણને લઇ દિવસેને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે જેને અંકુશમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ - ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ વધારવામાં ટેકસટાઇલ માર્કેટમાં પ્રવેશ પહેલાં રેપિડ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે ત્યારે કોરોના ટેસ્ટ માટેની રેપિડ ટેસ્ટ કીટ ન હોવાથી માર્કેટમાં વેપારીઓ ટેસ્ટિંગ કરાવી શકતા નથી. તો બીજી તરફ પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખ્યા તો સાથે જ હજુ પણ આવતીકાલે વેક્સિનેશન બંધ રહેશે અને પરમ દિવસે રાબેતા મુજબ વેક્સિનેશન થશે.
આજે સવારથી જ સુરત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને રેપિડ ટેસ્ટના રિપોર્ટ વગર પ્રવેશવા દેવાયા ન હતા જેને લઇ સવારથી માર્કેટમાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી હતી અને કોર્પોરેશનના અધિકારી માર્કેટના ગેટ ઉપર ઉભા રહી ગયા હતા. ટેક્સટાઇલ માર્કેટ હાલ સુપર સ્પ્રેડર ઝોન હોવાથી અધિકારીઓએ ખુબ જ સખ્તાઈથી કામગીરી કરી હતી જેને લઇ અધિકારીઓએ જે.જે. માર્કેટમાં રેપિડ ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરી હતી. વેપારીઓ જ્યારે જે.જે.માર્કેટમાં ટેસ્ટિંગ માટે પહોંચ્યાં ત્યારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને રેપિડ ટેસ્ટ કરવા માટે કહ્યું તો તેમણે જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી. જેટલી કીટ લાવ્યા હતા તે પૂરી થઈ ગઈ છે.


kit
વેપારીઓ દ્રારા કેટલી કીટ લઈને આવ્યા તેમ પૂછતાં માલુમ પડ્યું કે માત્ર 300 કીટ લઈને માર્કેટમાં આવ્યા હતા. લાખો લોકો માર્કેટ સાથે જોડાયા છે ત્યાં માત્ર 300 કીટ હોવાથી અન્ય વેપારીઓના ટેસ્ટિંગ થઇ શકયા ન હતા. આમ પાલિકાના અણઘડ વહીવટના કારણે વેપારીઓએ પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. સુરતની ટેક્ષટાઇલ માર્કેટમાં રેપિડ ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત છે ત્યારે તેના માટેની પૂરતી વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. કીટ ન હોવાને કારણે પોતાનો ધંધો બંધ કરીને વેપારીઓએ પરત ફરવાની ફરજ પડતા રોષે ભરાયા હતા અને પાલિકાના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા.


adhikari
સુરત પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ આજની સ્થિતેએ સુરતીઓ ભગવાન ભરોસે હોઈ તેવી હાલત થઇ છે. કોરોના દર્દીઓમાં થતા વધારાને લઇ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે તો ક્યાંય ઓક્સિજન સપ્લાય નથી તો ક્યાંય વેન્ટિલેટરની અછત છે અને અંતે દર્દી મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં વેઇટિંગ છે. હાલ સુરત મહાનગરપાલિકા પાસે 11,000 વેક્સિનનો સ્ટોક છે જેથી વેક્સિન માટે આવનારા લોકોને તકલીફ ન પડે તે માટે બુધવારે તમામ સેન્ટરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરૂવારે બપોર પછી અંદાજે 2 લાખ રસીનો સ્ટોક આવશે તેવી માહિતી પાલિકાના આરોગ્ય અધિકારી દ્રારા આપવામાં આવી હતી.