સુરત : ભાજપે ફરી જંગગીબહુમતી સાથે સત્તા ગ્રહણ કર્યુ

સુરત મહાનગર પાલિકાની 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે મતદાન થયા બાદ મતગણતરી થતા ભાજપે ફરી જંગગીબહુમતી સાથે સત્તા ગ્રહણ કર્યુ છે. ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારોએ કાર્યકરો અને સમર્થકો સાથે મળી ભવ્ય વિજ્યોત્સવ રેલી યોજી મતદારોનો આભાર માન્યો હતો.
ગુજરાતમાં સ્થાનીય સ્વરાજ્યની ચુંટણી માં ફરી ભાજપ કમળ ખિલવવામાં સફળ રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં લડાયેલી સ્થાનિય સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોએ જળહળતી સફળતા મેળવી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાની વાત કરીયે તો સુરત મહાનગર પાલિકામાં ભાજપને 120માંથી 93 બેઠકો મળતા જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારો વિજય થયા હતાં. ભાજપના વિજયી થયેલા ઉમેદવારોએ સમર્થકો અને કાર્યકરો સાથે મળી ભવ્ય વિજ્યોત્સવ રેલી પણ યોજી હતી. મતદાન મથકથી પોતાના વોર્ડ સુધી રેલી યોજી મતદારોનો ભાજપના ઉમેદવારોએ આભાર માન્યો હતો.
સુરત મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં ભાજપના થયેલા ભવ્ય વિજયને મતદારોએ પણ વધાવી લીધો હતો. અને ભાજપના ઉમેદવારોની વિજ્યોત્સવ રેલીને ઠેર ઠેર આવકાર પણ મળ્યો હતો.