સુરત વેડરોડ હત્યાનો આરોપી ઝડપાયો - મને લુખ્ખો કહેતા પતાવી દીધો

સુરત વેડરોડ હત્યાનો આરોપી ઝડપાયો - મને લુખ્ખો કહેતા પતાવી દીધો

સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે જેમાં અવારનવાર હત્યા - લૂંટ જેવા કિસ્સાઓએ હવે સમાન્ય બાબત બની ગઈ હોઈ તેમ એક યુવાનને વેડરોડ વિસ્તારમાં યુવાને ચપ્પુ વડે હુમલો કરતા યુવાનને  ગંભીર ઇજાઓ થઇ હતી ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનું કરુણ મૌત નીપજ્યું હતુ. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ઉપર દોડી જઈ તપાસ કરી તે દરમિયાન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોઈ તાત્કાલિક સીસીટીવી વીડિયોના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે ર્ક્યો છે.
સુરતના વિકાસની સાથે ગુનાખોરી પણ સતત વધી રહી છે. પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લામાં થતા દારૂના વેચાણ અને જુગારધામોને પગલે હવે ગુનેગારોમાં કાયદાની કોઈ બીક રહી નહિ હોઈ તેવું લાગી રહયું છે ત્યારે સુરતમાં હત્યા અને લૂંટની ઘટનાઓ હવે છાશવારે બનતી રહે છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના બની છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતા નવીન ઉર્ફે જાડિયો અને ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ કોષ્ટી નામના યુવાન સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે દરમિયાન પરેશે અમિતને ઠપકો આપ્યો હતો તે વાતનું લાગી આવતા નવીન ચપ્પુ વડે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો ત્યારે નવીન ચપ્પુ લઇને સોસાયટીમાં જતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને અમિતને સમજવાનો પ્રયાસ કર્યા હતો પરંતુ નવીન કોઈ બાબતે સમજવા તૈયાર ન હતો અને ચપ્પા સાથે સમગ્ર વિસ્તારમાં ધમાલ મચાવી હતી ત્યારે જોત જોતામાં નવીને પરેશને ચપ્પુ મારી દેતા પરેશ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે પરેશને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબોએ જેને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ ચપ્પુના ધા મારી નવીન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના સ્થળે પોલીસે પહોંચી નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેને લઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પરેશની હત્યાને સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો હતો આમ હત્યાને લઇને સમગ્ર વિસ્તાર લોકો રોષ ફાટી નીકળે તે પહેલાં પોલીસે આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
મહીધરપુરા ટાવર પાસેથી આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આરોપી નવીન પોલીસ સમક્ષ ગુનો કબુલતા કહ્યું હતું કે ઓટો રીક્ષા લઇ ત્રિવૈણી સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે મરણજનાર પરેશ કૌષ્ટીએ મને અટકાવી કહ્યું હતું કે લુખ્ખા તારે અમારી સોસાયટીમાં આવવાનું નહી તેમ કહી તમાચો મારી દીધો હતો. ત્યાર પછી હું રીક્ષા લઇ ત્યાંથી ચાલી ગયેલ અને દત્ત મંદિર પાસે ઓટો રીક્ષા મુકી રસ્તામાં શાકભાજીની લારીમાંથી ચપ્પુ લઇ ત્રિવેણી સોસાયટીમાં જઇ પરેશ કૌષ્ટીની લારી ઉપર ઉપરા - છાપરી ચપ્પુના ઘા મારી નાશી ગયો હોવાની કબુલાત કરી હતી.