હઝીરા : સુવાલી મુકામે ગાયનેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા કાંઠા વિસ્તાર ના આઠ ગામો ને આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી સમયાંતરે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવાલી ના માગદર્શન હેઠળ સુરત શહેર ના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. કાજલ માંગુકીયા ની હાજરીમાં ગાયનેક કૅમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં ડો.કાજલ સુવાલી,હજીરા,મોરા આરોગ્ય કેન્દ્ર માં બેસી પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની આરોગ્યને લગતી સમસ્યાઓ લઈને આવે છે અને તેનું સમાધાન મળી રહી છે. આજ રોજ સુવાલી મુકામે આરોગ્ય કાર્યકર્તાઓ આશા વર્કર અને સંગીની બહેનો સાથે જનજાગૃતિ નો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં 75 સહભાગીઓ હાજર રહ્યા હતા. સુવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. ઠાકુર હાજર રહ્યા હતા અને અદાણી ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ગાયનેકોલોજીસ્ટ ડો. કાજલ માગુકિયા ની વિઝીટ નો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં અદાણી હજીરા પોર્ટ ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ભાવેશ ડોંડા, યુનિટ સીએસર હેડ હેમજીભાઈ પટેલ ગ્રામપંચાયત ના સરપંચ શ્રી નયના બેન રાઠોડ પૂર્વ સરપંચ શ્રી બાબુભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ના આયોજન માટે અદાણી ફાઉન્ડેશન ની હજીરા ટીમે જહેમત ઉઠાવી હતી.